ગારીયાધારની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા

45

૬,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવા અદાલતે હુકમ કર્યો
ચાર વર્ષ પૂર્વે ગારીયાધાર પંથકની એક સગીરાનું મૂળ છોટા ઉદેપુરના કેવડી ગામનો યુવાને સગીરા પર બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ અંગેનો કેસ આજ રોજ ભાવનગર સ્પેશ્યિલ જજ ( પોક્સો )ની અદાલતમાં ચાલી જતા અદાલત એ આરોપી સામે ગુન્હો સાબિત માની આરોપીને જુદી જુદી કલમો હેઠળ ૧૪ વર્ષ ની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો . પ્રાપ્ત વિગત મુજબ ગારીયાધાર પંથકમાં રહેતી એક સગીરા તેના ઘરેથી સવારે ૧૧ કલાકે સ્કુલમા ગઈ હતી.ફરિયાદીનો દીકરો પણ આ શાળામાં અભ્યાસ કરતો હોઈ તે એકલો ઘરે આવેલ સાંજ સુધી સગીરા ઘેર આવેલ નહિ દીકરાને પૂછતા તેને જણાવેલ કે ભોગ બનનારને સ્કુલમાં રજા પડી ત્યારે આ કામનો આરોપી અનીશ નારસિંગભાઈ ડુભીલ (ઉંમર વર્ષ : ૧૯ રેહવાસી કેવડી તા : નસવાડી જી : છોટા ઉદેપુર) નામ નો શખ્સ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં તેણી ને લલચાવી , ફોસલાવી , બદકામ કરવાના ઈરાદે પોતાની મોટર સાયકલ પર બેસાડી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઇ જઈ અવારનાવર ભોગ બનનારની ઇરછા વિરુધ શારીરિક સંબંધ (બળાત્કાર) ગુજારેલ . આ અંગેની ફરિયાદ જે તે સમયે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસએ આરોપી અનીશ નારસિંગભાઈ ડુભીલની સામે ઈ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬ (૨), (જે) (એન) તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન સેક્સ્યુઅલ ઓફેન્સીસ એટ ૨૦૧૨ ની કલમ ૪,૮ મુજબનો ગુન્હો નોંધાયો હતો આ અંગેનો કેસ આજ રોજ ભાવનગરના બીજા એડીશનલ સેસન જજ અને સ્પેશ્યિલ (પોકસો) જજ એ.બી. ભોજક સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ સી.એમ.પરમારની દલીલો મૌખિક પુરાવા – ૧૩ , દસ્તાવેજી પુરાવા ૨૬ વિગેરે ધ્યાને રાખી આરોપી અનીશ નારસિંગભાઈ ડુભીલને ઈ પી કો કલમ ૩૭૬ (૨), (જે,) (એન) મુજબના ગુન્હા સબબ ૧૪ વર્ષ ની સખ્ત કેદ ની સજા અને રોકડા રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી સજા. ઈ પી કો કલમ ૩૬૩ મુજબ ૫ વર્ષની કેદની સજા . ઈ પી કો કલમ ૩૬૬ મુજબ ૫ વર્ષની સજા અદાલતે ફટકારી હતી.સદર ગુન્હા સંદર્ભે ભોગ બનનારની ઉમર જોતા ગુજરાત વિકટીમ કોમ્પે ન્સશન સ્કીમ ૨૦૧૯ ની કલમ મુજબ ભોગ બનનાર ને રૂપિયા ૬,૦૦,૦૦૦ વળતર પેટે ચુકવવાનો હુકમ અદાલતે કર્યો હતો .

Previous articleGST દરોડામાં ૩ પૈકી ૨ પેઢી બોગસ નીકળી, એકમાં આગળ ધપતી તપાસ
Next articleલોકગીતોનો ” હાલો માનવિયુને મેળે” સ્પર્ધા વિનર્સ શો યોજાયો