માલધારી વિરોધી કાયદો તાત્કાલીક નાબુદ કરવા મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆત
ગત તા.૩૧ માર્ચના રોજ ગુજરાતમાં ઢોર નિયત્રણ અંગેનો ઠરાવ કરી કાયદો બહાર પાડવામાં આવતા તેના પડઘા રાજ્ય ભરમાં પડ્યા છે. અને માલધારી સમાજ દ્વારા તેનો વિરોધ કરી આવેદનો આપી કાયદો પાછો ખેચવાની માંગ કરાઇ રહી છે જેના ભાગરૂપે ભાવનગરમાં પણ આજે માલધારી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના માલધારી સેલ દ્વારા અપાયેલી સુચના મુજબ રાજ્ય ભરમાં ઢોર નિયંત્રણ અંગેના માલધારી સમાજ વિરોધી કાયદો પાછો ખેંચવાની માંગ સાથે આવેદનો અપાઇ રહ્યા છે જેમાં ભાવનગરમાં પણ ભરતભાઇ બુધેલીયા અને અમિત લવતુકાની આગેવાની હેઠળ આજે માલધારી સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યુ હતુ. અને લાયસન્સ તથા દંડની જોગવાઈ કરતા કાળા કાયદાને તાત્કાલિક અસરથી પાછો ખેંચવાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબંધો કલેકટરને આવેદન પાઠવ્યું હતુ. તેમણે ૧૦૦ પશુએ ૪૦ એકરના સી.આર.નુ ચુસ્તપણે પાલન કરાવવા, શહેરી વિસ્તારમાં ખાસ ઘાસ ડેપો બને, માલધારીઓ માટે અલગ વસાહત બને, પશુપાલન મજબૂત થાય તે માટેની નિતી બનાવવા માંગ કરી હતી.