સિહોર પાસે વાડીનાં હોજમાં ન્હાવા પડેલ ભાવનગરનાં યુવાનનું મોત

1135

ભાવનગર શહેરનાં અલકા સિનેમા નજીક રહેતા અને સિહોરનાં કરકોલીયા રોડ ઉપર માલની ડીલીવરી કરવા ગયેલો યુવાન વાડીનાં હોજમાં ન્હાવા પડતા પાણીમાં ડુબી જતા મોત થયુ હતું. બનાવની જાણ થતા સિહોર ફાયર બ્રિગેડ, ૧૦૮ તથા પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી ગયો હતો.
કુદરતને સમજવો ઘણો મુશ્કેલ છે માણસનું મોત ક્યારે અને ક્યાં કેવી રીતે થાય તેનું નક્કી નહી ભાવનગરનો યુવાન ટ્રાન્સપોર્ટમાં નોકરી કરે સિહોરમાં માલની ડિલીવરી આપવા આવેલ ગરમીના કારણે વાડી વિસ્તારમાં હોજમાં ન્હાવા પડે અને બે જ મિનિટમાં ડુબી જાય અને મૃત્યુ પામે આને જ કહેવાય ને કુદરતનું નિમિત્ત ભાવનગર અલકા ટોકીઝ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે આજે તે ભાવનગર ટ્રાન્સપોર્ટ ઓફિસથી સિહોર ખાતે માલની ડિલીવરી આપવા આવેલ અને ડિલીવરી આપ્યા બાદ ગરમીના કારણે સિહોરના કરકોલીયા રોડ વાડી વિસ્તારમાં આવેલ હોજમાં ન્હાવા પડેલ જ્યાં તેઓ થોડી જ ક્ષણોમાં ડુબી જતાં સિહોરના ફાયર વિભાગના ધર્મેન્દ્ર ચાવડા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને બચાવ કામગીરી શરૂ કરેલ પરંતુ તે ડુબી જતા મૃત્યુ પામેલ અને તેની લાશને બહાર કઢાયેલ આ દરમિયાન ૧૦૮ની ટીમ અને પોલીસ કાફલો પણ ઘટનાં સ્થળે દોડી ગયેલ. યુવકની લાશને પી.એમ. અર્થે હોસ્પિટલ ખસેડાયેલ.

Previous articleકલેકટર કચેરીમાં ઝાડ ધારાશાહી
Next articleજળ સંચય કાર્યથી દુકાળ એ ભૂતકાળ બનશે : મુખ્યમંત્રી