ઘોઘાના મફતનગર વિસ્તારમાં રહેતા એક યુવાને સુરતના હજીરા ખાતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

105

ઘોઘાના મફતનગર વિસ્તારમાં રહેતા એક યુવાને સુરતના હજીરા ખાતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું,બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ઘોઘાના વરકુવાડા-મફતનગર વિસ્તારમાં રહેતો અજય દિનેશભાઈ ડાભી,ઉ.27 ઘોઘાથી સુરતના હજીરા બંદર વચ્ચે ચાલતી રો-રો ફેરીમાં સિક્યુરિટીનું કામ કરતો અને હજીરાના લાઈટ હાઉસ પાસે ભાડાના મકાનમાં રહેતો હતો,ગત રોજ અજયને કામ પર રજા હોય માટે તે રૂમ પર હોય ત્યારે રાત્રીના સમયે જાતે ગળેફાંસો ખાઈ આપઘાત વહોરી લીધો હતો, યુવાને કોઈ અગમ્ય કારણોસર આ અજુગજુ પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે,બનાવ અંગેની જાણ હજીરા પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશનું પંચરોજ કામ કરી લાશને પીએમ અર્થે સુરત સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી,યુવાને એકાએક આવું પગલું ભરતા સમગ્ર ઘોઘા ગામમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.

Previous articleખડસલીયા ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે શખ્સ ઝડપાયો.
Next articleઆજે સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેના સિહોર દ્વારા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું