આજે સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેના સિહોર દ્વારા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

113

વિવિધ પરીક્ષાઓમાં ગેરરીતિ સાથે પેપર ફૂટવાનાં કૌભાંડોને બહાર પાડવામાં આવતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિહ જાડેજા ઉપર કહેવાતા વયમનસ્ય રાખી સરકાર દ્વારા હાલમાં તેમની ઉપર 307,332 જેવી ગંભીર કલમો લગાડી ધરપકડ કરવામાં આવી છે તેના અનુસંધાને ભાવનગર સહિતના તમામ તાલુકાના ક્ષત્રિય સમાજ ખૂબ રોષ અનુભવી રહ્યો છે

તેના કારણે આજે સિહોર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ અને રાજપૂત કરણી સેના સિહોર દ્વારા પ્રાંત અધિકારી અને સિહોર મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને યુવરાજ સિંહ ને તાત્કાલિક પોલિસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર.

Previous articleઘોઘાના મફતનગર વિસ્તારમાં રહેતા એક યુવાને સુરતના હજીરા ખાતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
Next articleકુશલ દીક્ષિત અને ભાવિન પટેલ માધવપુર ( ઘેડ ) લોકમેળાની કોરોયોગ્રાફી કરશે