ગુજરાત રાજ્ય રમતગમત અને યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા તા .૧૦ થી ૧૩ એપ્રિલ -૨૦૨૨ નાં રોજ યોજવામાં આવનાર રંગારંગ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ તથા આદરણીય રાજ્યપાલશ્રીઓની ઉપસ્થિતિમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોનાં કલાકારો પોતાની કલાના કામણ પાથરશે અને ભાતીગળ બેનમૂન કૃતિઓની રજૂઆત કરશે જેમાં ભાવનગરની લોકપ્રિય કલાસંસ્થા કલાપથનાં સંચાલક કુશલ દીક્ષિત અને પનઘટ કલાકેન્દ્ર ગાંધીનગરનાં સંચાલક ભાવિન પટેલને તમામ કલાકારોને સાથે રાખીને ” માધવરાયજી અને રુકમણી વિવાહ ” ‘ થીમ ‘ પર આધારિત તૈયાર કરવામાં આવેલ “ ફિનાલે સોંગ ” ની કોરિયોગ્રાફી સોંપવામાં આવી છે.જે કલા નગરી ભાવેણા માટે ગૌરવપ્રદ બાબત છે . ચૈત્ર સુદ નોંમથી પૂનમ સુધી ચાલતા આ લોકમેળામાં લાખો લોકો ઉમટી પડે છે . કારણકે ઘેડ વિસ્તારનો એક પ્રચલિત દુહો છે કે “ માધવપૂરનો માંડવો , જાદવ કૂળની જાન , પરણે રાણી રુકમણી , વરરાજા માધવરાય ” સૌરાષ્ટ્રના ત્રણ પ્રખ્યાત મેળા કે જેમાં તરણેતરનો , શિવરાત્રી ભવનાથ ને ત્રીજો માધવપૂર ( ઘેડ ) નો સમાવેશ થાય છે .