ભારતીય જનતા પાર્ટીના ૪૨માં સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાનાં ઉદ્દેશથી ૭ એપ્રિલ થી ૨૦ એપ્રિલ દરમિયાન સામાજીક ન્યાય પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તે કાર્યક્રમનાં આરંભે ૭મીના રોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભાજપા મેડીકલ સેલ દ્વારા સૌલ હૈલ્થકેરનાં સહયોગથી નિઃશુલ્ક જનરલ હેલ્થ અને સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિદાન કેમ્પનાં દિપ પ્રાગટય પ્રસંગે ભાવનગર શહેર ભાજપા પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મેયર કિર્તીબેન દાણીધરીયા, મહામંત્રી ડી બી ચૂડાસમા, ડે.મેયર કુમારભાઈ શાહ, સ્ટે.કમીટી ચેરમે ધીરુભાઈ ધામેલીયા, અશોકભાઈ પરમાર, મોનાબેન પારેખ અને ભાજપા ડોક્ટર સેલનાં કન્વિનર ડો. દેવાંગભાઈ દેસાઈ, તથા પ્રદેશ ડોક્ટર સેલનાં સભ્ય ડો. પરેશભાઈ સોલંકી, ડોક્ટર સેલના સભ્યો, કોર્પોરેટરો અને શહેર ભાજપા સંગઠનનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. આ નિદાન કેમ્પ બાદ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આગેવાનોએ જન ઔષધાલયો, આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.