અનુપમાના સેટ પર રૂપાલીનું ધમાકેદાર બર્થ ડે સેલિબ્રેશન

238

મુંબઇ, તા.૮
ટેલિવિઝનના સૌથી પોપ્યુલર શોઝ પૈકીના એક ’અનુપમા’ની એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો ૫ એપ્રિલે જન્મદિવસ હતો. રૂપાલી ગાંગુલીના બર્થ ડેનું સેલિબ્રેશન તાજેતરમાં જ શોના સેટ પર થયું હતું. રૂપાલી ગાંગુલીના બર્થ ડે સેલિબ્રેશનના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રૂપાલી ગાંગુલી માટે તેના નામના શરૂઆતના અક્ષરો ’ઇય્’વાળી કેક લાવવામાં આવી હતી. રૂપાલીના બર્થ ડે સેલિબ્રેશનમાં શોના કલાકારો ઉપરાંત પ્રોડ્યુસર રાજન શાહી અને બાકીની પડદા પાછળ કામ કરતી ટીમ પણ હાજર રહી હતી. ઉપરાંત સેટ પર ખાસ મહેમાન પણ હતા. અનુજ કપાડિયાનો રોલ કરતાં એક્ટર ગૌરવ ખન્નાના પેરેન્ટ્‌સ સેટ પર હાજર હતા ત્યારે તેમણે પણ રૂપાલીના બર્થ ડે સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો. ’અનુપમા’ના ડાયરેક્ટર રોમેશ કાલરાએ રૂપાલી ગાંગુલીના બર્થ ડે સેલિબ્રેશનની ઝલક બતાવી હતી. તેમણે શેર કરેલી તસવીરોમાં રૂપાલીની સાથે રાજન શાહી, અલ્પના બુચ, ગૌરવ ખન્ના, અનેરી વજાની, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, અરવિંદ વૈદ્ય, નિધિ શાહ, તસનીમ શેખ, આશિષ મહેરોત્રા જેવા શોના કલાકારો અને બાકીની ટીમ જોવા મળી રહી છે. આ ફોટોઝ શેર કરતાં તેમણે રૂપાલીને બર્થ ડેની શુભકામના પાઠવી હતી. રૂપાલી ગાંગુલીના ફેનપેજ પર સેટ પર થયેલા બર્થ ડે સેલિબ્રેશનનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ટેબલને ફૂલોથી સજાવવામાં આવ્યું છે અને ’ઇય્’ અક્ષરોવાળી કેક તેમજ બીજી એક કેક મૂકવામાં આવી છે. રૂપાલીએ કેક કાપ્યા બાદ રાજન શાહી અને પોતાના કો-એક્ટર્સને ખવડાવી હતી. વિડીયોમાં સૌની મસ્તી જોવા મળી રહી છે. વિડીયોમાં ગૌરવ ખન્નાના પેરેન્ટ્‌સ પણ સેલિબ્રેશનમાં સામેલ થયેલા જોવા મળી રહ્યા છે. આ પહેલા ’અનુપમા’ની પ્રીક્વલનું રૂપાલી શૂટિંગ કરી રહી હતી ત્યાં પણ તેના માટે કેક લાવવામાં આવી હતી. જે તેણે શોની આ યુનિટ સાથે કાપી હતી. વિડીયોમાં રૂપાલીનો ’યંગ અનુપમા’ લૂક જોવા મળી રહ્યો છે. આ વિડીયો પરથી પ્રીક્વલમાં રૂપાલીનો લૂક કેવો હશે તે જોઈ શકાય છે.

Previous articleશહેર ભાજપ દ્વારા વિશ્વ આરોગ્ય દિને યોજાયો ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ
Next articleહાર બાદ રિષભ પંતને વધુ એક ફટકો, લાખો રૂપિયાનો દંડ ભરવો પડશે