સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ-સરકારી કંપનીઓના હોદ્દા IAS કેડર સમકક્ષ બન્યા

1342

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એક અગત્યની જાહેરાત મુજબ કેટલાક હોદ્દાને હવેથી આઈએએસ કેડર સમકક્ષ કરી દેવામાં આવ્યાં છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકારની કંપનીઓના કેટલાક હોદ્દાને નિશ્ચિત આઇએએસ કેડર સમકક્ષ જાહેર કરાયાં છે.
સામાન્ય વહીવટ વિભાગના જણાવ્યાં પ્રમાણે ઉત્તર ગુજરાત વીજ કંપની લિ. મહેસાણાના મેનેજીંગ ડિરેકટર, ગાંધીનગર મહાનગરપાલિકા અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરો, કમિશનર ઓફ મ્યૂનિસિપાલિટીઝ, સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર અને પ્રાથમિક શિક્ષણ નિયામક ઉપરાંત રાહત નિયામકના હોદાને અધિક સચિવ સમકક્ષ તેમ જ ડી-સેગના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર, જૂનાગઢ મહાપાલિકાના કમિશનર, અમદાવાદ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટના મેનેજીંગ ડિરેકટરના હોદાને સંયુક્ત સચીવ સમકક્ષ જ્યારે મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિ. ગાંધીનગરના હોદાને નાયબ સચીવ સમક્ષ ગણવાનો નિર્ણય લીધો છે.

Previous articleજળ સંચય કાર્યથી દુકાળ એ ભૂતકાળ બનશે : મુખ્યમંત્રી
Next article૩૨ ફાટક પૈકી ૧૪ જગ્યા ઉપર અન્ડરપાસ બનાવાશે