સરકાર અમારું શોષણ કરે છે = તો વિરોધ થવાનો જ છે
સરકાર અમારા વિરોધને દબાવી દે છે = જે વાજબી નથી
સરકાર આપણો અવાજ સાંભળતી નથી = સરકાર બહેરી છે
બહેરી સરકારના કાન ખોલવા માટે જોરદાર અવાજ જરૂરી છે = બોમ્બ બ્લાસ્ટ જરૂરી હતો
ભારત દેશને આઝાદી પ્રાપ્ત થયાના ૭૫ વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા આ સમગ્ર વર્ષ અને આઝાદી કા અમૃત વર્ષ તરીકે જાહેર કરી સરકારે રાજ્ય સરકારોને તેમજ તમામ સરકારી સંસ્થાઓ તેમજ ખાનગી સંસ્થાઓ આ અમૃત વર્ષનો એક -એક દિવસ એવી રીતે ઉજવવામાં આવે કે જેમને આ દેશને આઝાદી અપાવવામાં પોતાના જીવનની આહુતી આપી છે તેવા તમામ ક્રાંતિકારી અને તેવી તમામ ઘટનાઓ જનમાનસ સુધી પહોંચે તે માટેના પ્રયત્ન કરે. આ દેશ ને આઝાદી સરળતાથી પ્રાપ્ત નથી તેમાં નામી અનામી અનેક સપૂતોએ હસતા મોઢે ફાસીના માચડે ચડી પોતાના પ્રાણોની આહુતિ આપી છે શહીદી વહોરી છે આવા તમામ ભારત માતાના સપૂતોને યાદ કરી તેમના ચરણોમાં લાખ લાખ વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રેરણા લેવાનો સમય છે, ૮ એપ્રિલ એક દિવસ ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો બની જાય છે, કારણકે આ દિવસે ભગતસિંહે બટુકેશ્વર દત્તે દિલ્હીની એસેમ્બલીમાં બોમ વિસ્ફોટ કરી બહેરી બ્રિટિશ સરકારના કાનમાં તેલ રેડવાનું કામ કર્યું હતું, જગાડવાનું કામ કર્યું હતું આ ઘટનાને શા માટે અંજામ આપવું પડ્યું તેના માટેના અનેક કારણો જવાબદાર છે ભારતના ઈતિહાસમાં ૮મી એપ્રિલ ૧૯૨૯ માં દિલ્હીની એસેમ્બલીમાં બોમ વિસ્ફોટ બનેલી ઘટના આજના યુવાનોમાં પ્રેરણા આપનારી અને રાષ્ટ્રવાદ જગાવનારી ઘટના છે,
ભારતમાં અંગ્રેજી શાસન કાળ દરમ્યાન અનેક પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ છે, અનેક ઘટનાઓ બની છે કારણ કે અંગ્રેજ સરકાર દ્વારા ભારતની પ્રજાનું શોષણ કરવામાં આવ્યું હતું, અંગ્રેજ સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કાયદાઓ પણ હિંદની પ્રજાનો અવાજ દબાવનાર હતા, ભારતમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિ ને દબાવવા માટે બ્રિટિશ સરકારે ૧૯૧૯નો રોલેટ એક્ટ જેવા અનેક કાયદાઓ પસાર કર્યા હતા, પરંતુ અંગ્રેજો દ્વારા ભારતમાં કરવામાં આવેલી દમનકારી પ્રવૃત્તિમાંથી રાષ્ટ્રવાદી વિચારધારાનો જન્મ થયો.
૧૯૨૦થી ૧૯૪૭નો સમયગાળો એટલે કે ભારતમાં ક્રાંતિકારી આંદોલનનો બીજો તબક્કો ગણી શકાય કારણ કે આ સમયગાળા દરમિયાન ભગતસિંહ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, જતીનદાસ, રાજ્યગુરુ જેવા અનેક ક્રાંતિકારીઓ દ્વારા અંગ્રેજ સરકાર સામે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, તેમાં ૧૯૨૭માં ભારતમાં આવેલી સાયમન કમિશન ના વિરોધમાં લાહોરથી લાલા લજપતરાય એક સરઘસ કાઢયું હતું, જેમાં તેની ધરપકડ કરવામાં આવી અને તેના ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું તેના મૃત્યુનો બદલો લેવા આ કેસ સંડોવાયેલા સાન્ડર્ડ ની હત્યા ૧૭ ડિસેમ્બર ૧૯૨૮ના રોજ કરવામાં આવેલ હતી તે ઘટનામાં અનેક ક્રાંતિકારીઓ સંડોવાયેલા હતા.
આ સમયે સમગ્ર વિશ્વમાં સામ્રાજ્યવાદી સરકાર નો વિરોધ થઇ રહ્યો હતો લેનિનની અને માર્કસવાદી વિચારધારાથી રશિયામાં ૧૯૧૭માં બોલ્શેવિક ક્રાંતિ થઈ હતી જેમાં મજૂરો અને આમજનતાનો વિજય થયો હતો અને ઝારશાહીનો અંત આવ્યો હતો તેથી ભગતસિંહ સમાજવાદી વિચારધારા ધરાવનાર લેનિન માર્ક્સવાદી વિચારધારા થી પ્રભાવિત થયા હતા અને તેમને પંજાબમાં નવજવાન ભારત સભાની સ્થાપના કરી હતી, જેનો મુખ્ય હેતુ મજૂરો અને ખેડૂતોની સત્તા સ્થાપવા હતો ઈસ ૧૯૨૭ -૨૮ વિશ્વમાં મંદીનો માહોલ ચાલી રહ્યો હતો, આ સમય દરમ્યાન મૂડીમાંથી વિચાર ધરાવનાર સરકાર સામે એક મોટું જોખમ ઊભું થયું હતું જુઓ સામ્રાજ્યવાદી વિચાર ધરાવનારી મૂડીવાદી સરકાર યોગ્ય પગલા ન લે તો રશિયાની મારફત તેમની સરકાર ભાંગી પડે તેવો ભય હતો, તેથી બ્રિટિશ સરકારે ક્રાંતિકારી પ્રવૃત્તિ ને અટકાવવા માટે અનેક પ્રકારના જોખમી, જોહુકમી કાયદાઓ પસાર કર્યા. આ અન્યાયી કાયદાઓ ના વિરોધમાં એસેમ્બલીમાં બોમ્બ વિસ્ફોટ ઘટના બની હતી.
૮ એપ્રિલ, ૧૯૨૯ના રોજ કાઉન્સિલ હાઉસ ઍસેમ્બ્લીમાં બે બિલ રજૂ થવાનું હતા, ટ્રૅડ ડિસ્પ્યૂટ્સ બિલ અને બીજું પબ્લિક સેફટી બિલ રજૂ થવાનું હતું, તેના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલે હતા આ ગૃહમાં સર જૉન સાઈન ઉપરાંત મોતીલાલ નહેરુ, મહમદ અલી ઝીણા, એન. સી. કેલકર અને એમ. આર. જયશંકર મદનમોહન માંલવીયા પણ હાજર હતા, જે બિલ પસાર થવાનું હતું તે ટ્રૅડ ડિસ્પ્યૂટ્સ બિલમાં તેમાં દરેક પ્રકારની મજૂરહડતાળ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તેથી આજ રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત કાઉન્સિલ હાઉસના ઍસેમ્બ્લી હૉલમાં બૉમ્બ ફેંકવાની યોજના બનાવી, બ્રિટિશની બહેરી સરકારને જગાડવાના હેતુ રહ્યો હતો, ભગતસિંહ સારી રીતે જાણતા હતા કે તેમના બૉમ્બ ફેંકવાથી ખરડાને કાયદો બનતાં રોકી શકાશે નહીં. તેનું કારણ એ હતું કે નેશનલ ઍસેમ્બ્લીમાં બ્રિટિશ સરકારના ટેકેદારોની કમી ન હતી. વળી વાઇસરૉયને કાયદો બનાવવાનો અસાધારણ અધિકાર હતો.
૬ એપ્રિલ, ૧૯૨૯ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત કાઉન્સિલ હાઉસના ઍસેમ્બ્લી હૉલમાં ગયા હતા.ઍસેમ્બ્લી હૉલમાં પબ્લિક ગૅલરી કઈ તરફ છે અને કઈ જગ્યાએથી બૉમ્બ ફેંકવાનું અનુકૂળ રહેશે એ ચકાસવા માટે તેઓ ઍસેમ્બ્લી હૉલ ગયા હતા. પોતાના દ્વારા ફેંકવામાં આવેલા બૉમ્બથી કોઈને નુકસાન ન થાય એ તેઓ સુનિશ્ચિત કરવા ઇચ્છતા હતા આઠમી એપ્રિલે ગૃહની કાર્યવાહી શરૂ થવાની થોડી મિનિટો પહેલાં ૧૧ વાગ્યે ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત કોઈનું ધ્યાન ન પડે તે રીતે, કાઉન્સિલ હાઉસમાં દાખલ થયા હતા, ૮ એપ્રિલે અધ્યક્ષ વિઠ્ઠલભાઈ સેફટી બિલ બાબતે પોતાનો ચુકાદો આપવા ઊભા થયા કે તરત જ ભગતસિંહે ઍસેમ્બ્લીના ફ્લોર પર બૉમ્બ ફેંક્યો હતો, બૉમ્બ ફેંકતી વખતે ભગતસિંહે ધ્યાન રાખ્યું હતું કે બૉમ્બ ખુરશી પર બેઠેલા સભ્યોથી થોડે દૂર જઈને પડે, જેથી સભ્યોને કોઈ નુકસાન ન થાય. બૉમ્બના વિસ્ફોટનો જોરદાર અવાજ થયો હતો અને આખો ઍસેમ્બ્લી હૉલ અંધકારમાં ડૂબી ગયો હતો. પ્રેક્ષક ગૅલરીમાં ધમાચકડી મચી ગઈ હતી.એ જ સમયે બટુકેશ્વર દત્તે બીજો બૉમ્બ ફેંક્યો હતો. પ્રેક્ષક ગૅલરીમાં હાજર લોકોએ બહારના દરવાજા તરફ ભાગવાનું શરૂ કરી દીધું હતું.બૉમ્બને કારણે સર્જાયેલા ધુમાડા વચ્ચે સ્પીકર વિઠ્ઠલભાઈ પટેલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.એ બૉમ્બ ઓછી ક્ષમતાના હતા અને કોઈનો જીવ ન જાય એ રીતે તેને ફેંકવામાં આવ્યા હતા. બૉમ્બ ફેંકાયા બાદ પ્રેક્ષક ગૅલરીમાંથી ’ઇન્ક્લાબ ઝિન્દાબાદ, સામ્રાજ્યવાદ કા અંત હો ના નારાઓ સાથે પત્રિકા નીચે પડવા લાગ્યા હતા પત્રિકા નું લખાણ ખુદ ભગતસિંહે લખ્યું હતું. હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન પાર્ટીના લેટરહૅડ પર થોડી કૉપી ટાઇપ કરવામાં આવી હતી પ્રેક્ષક ગૅલરીમાં બેઠેલા ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ભાગવાનો પ્રયાસ કર્યો ન હતો. પરંતુ પોતાની જાતને આત્મસમર્પણ કરેલ હતું બન્નેને અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. અલગ-અલગ પૂછપરછ થઈ શકે એટલા માટે ભગતસિંહને મુખ્ય પોલીસસ્ટેશનમાં અને બટુકેશ્વર દત્તને ચાંદનીચોક પોલીસ થાણે લઈ જવાયા
બૉમ્બ ફેંકવાના પરાક્રમથી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ભારતીય યુવાનોના હીરો બની ગયા હતા. તેમની તરફેણમાં લોકજુવાળ એટલો વધ્યો હતો કે અંગ્રેજ સરકારે જેલમાં જ અદાલતી કાર્યવાહી ચલાવવાનો નિર્ણય કર્યો હતો. એ જેલ આજે જ્યાં મૌલાના આઝાદ મેડિકલ કૉલેજ છે એ ઇમારતમાં હતી. એ કેસમાં અંગ્રેજોના વકીલ રાય બહાદુર સૂર્યનારાયણ હતા. બટુકેશ્વર દત્ત ના વકીલ આસફલી કેસના જજ લિયોનાર્ડ હતા આ કેસ ચોથી જૂને સેશન જજ લિયોનાર્ડ મિડલટાઉનની અદાલતમાં આવ્યો હતો. છઠ્ઠી જૂને આરોપીઓએ તેમનાં નિવેદન આપ્યાં હતાં ૧૦જૂને કેસ પૂરો થયો હતો અને ૧૨ જૂને ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને દોષી ઠરાવ્યા હતા. બન્નેને આજીવન કારાવાસની સજા ફરમાવવામાં આવી હતી આ કેસ માત્ર બે મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું છે આ ક્રાંતિકારીઓ થી અંગ્રેજો સરકાર એટલે ભયભીત થઈ ગઈ હતી કે કોઈપણ સંજોગોમાં આ ક્રાંતિકારીઓને છોડવા માગતી હતી આથી તને લાહોરની જેલમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેમના ઉપર અગાઉ થયેલા કેસ અંગેની ફાઈલો ફરીથી ઓપન કરવામાં આવી લાહોરની જેલમાં બધા જ ક્રાંતિકારીઓને એક સાથે રાખવામાં આવ્યા હતા જેમાં ભગતસિંહ, બટુકેશ્વર દત્ત, સુખદેવ, રાજ્યગુરુ અને જતીન દાસ ને રાખવામાં આવેલ હતા આ ક્રાંતિકારીઓએ જેલમાં ભૂખ હડતાલ પાડી તેમાં જતીન દાસ ૬૩ દિવસ ઉપવાસ ભુખ હડતાલ માં જતીન દાસ નું મૃત્યુ થયું છે સાન્ડર્સની હત્યા માં ભગતસિંહે સામેલગીરીનો સૌથી મોટો પુરાવો ઑટોમૅટિક પિસ્તોલ હતી, બ્રિટિશ ગુપ્તચરવિભાગને એવું લાગ્યું હતું કે પત્રિકા નું લખવાની સ્ટાઇલ અને મુસદ્દાનો ઉપયોગ પહેલાં પણ ક્યાંક થઈ ચૂક્યો છે, સાન્ડર્સની હત્યા બાદ લાહોરમાં ચોંટાડવામાં આવેલાં પોસ્ટર્સની તપાસ કરવા માટે એક પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યા હતા. ભગતસિંહે ફેંકેલાં ચોપાનિયાં અને એ પોસ્ટરોમાં એક સમાનતા હતીબન્ને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશનને બહાર પાડ્યાં હતાં.
બન્નેનો પહેલો શબ્દ નોટિસ હતો અને અંતે ’ઇન્ક્લાબ ઝિન્દાબાદ’નો નારો હતો.તેમાંથી સાન્ડર્સની હત્યામાં ભગતસિંહની સામેલગીરીના પુરાવા અંગ્રેજોને મળ્યા હતા.તપાસ આગળ વધતી ગઈ તેમ તેમની શંકા પાક્કી થતી ગઈ હતી. પત્રિકા અને પોસ્ટરમાંનું લખાણ ભગતસિંહે જ લખ્યું હતું એ સ્પષ્ટ થઈ ગયું હતું. એ સાચું હતું. ભગતસિંહે પોતે એ લખાણ લખ્યું હતું.ભગતસિંહ પર કલમ ૩૦૭ હેઠળ હત્યાના પ્રયાસનો કેસ ચલાવવામાં આવ્યો હતો. પછી સાન્ડર્સની હત્યાના આરોપસર ભગતસિંહને ૨૩ માર્ચ ૧૯૩૧ માં લાહોર ફાંસી આપવામાં આવી
– ડો.જીતેશ એ.સાંખટ
Home Vanchan Vishesh ૮મી એપ્રિલ ૧૯૨૯, ભગતસિંહે અને બટુકેશ્વર દત્તે દિલ્હીની એસેમ્બલીમાં બૉમ્બ ફેકી બહેરી...