રાજસ્થાનમાં સખ્ત ગરમીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત,એપ્રિલમાં જ ૪૪ ડિગ્રી તાપમાન
(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૮
સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારતમાં ગરમીનુ તાંડવ યથાવત છે. એપ્રિલમાં જ મે-જૂનની ગરમી સહન કરી રહેલા લોકો માટે આવનારા દિવસો વધુ મુશ્કેલીભર્યા હોઈ શકે છે. ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહે છે કે આગલા ૫ દિવસો દરમિયાન રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દક્ષિણ પંજાબ, દક્ષિણ હરિયાણા, દિલ્લી, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ’લૂ’ લાગવાની સંભાવના છે માટે અહીં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. દિલ્લીવાળાને પણ ભયંકર ગરમીનો કરવો પડશે સામનો વળી, દિલ્લીવાળાને પણ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે. દેશની રાજધાની દિલ્લીમાં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે અને લોકોને અહીં પણ લૂ સહન કરવી પડશે. આજે દિલ્લીમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયલથી વધુ પણ જઈ શકે છે. વળી, લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આ આખુ સપ્તાહ દિલ્લીના આ જ હાલ થઈ શકે છે. મુંબઈનુ લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયુ જમ્મુ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પણ ગરમીની ચપેટમાં છે. વળી, વિદર્ભ અને મહારાષ્ટ્ર ક્ષેત્રોમાં પણ લૂ લાગી રહી છે. મુંબઈનુ લઘુત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ. જે સામાન્યથી ત્રણ ડિગ્રી વધુ હતુ. વળી, અકોલા, જલગાંવ અને અહેમદનગર માટે લૂની ચેતવણી જાહેર કરવામાં આવી છે. કાલે અહીં અકોલા સૌથી ગરમ સ્થળ રહ્યુ. અહીં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ હતુ. આવનારા દિવસોમાં આ જ હાલ રહેવાના છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાના અણસાર રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા રાજ્યોમાં હીટવેવનો આતંક ચાલુ રહેશે અને આના કારણે અહીં એલર્ટ યથાવત છે. વળી, ૯ એપ્રિલે દક્ષિણ અંદમાન સાગરના સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાના અણસાર જોવા મળી રહ્યા છે જેના કારણે આગલા પાંચ દિવસો દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ-મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે અને આના કારણે આ જગ્યાઓએ હવાની ગતિ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકથી ૬૦ કિમી પ્રતિ કલાક વચ્ચે રહી શકે છે. રાજસ્થાનના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ છેલ્લા અનેક દિવસોથી સતત વધી રહ્યો છે.સ્થિતિ એ છે કે રાજસ્થાનના બાડમેર જીલ્લામાં પારો ૪૪ ડિગ્રીની પાર પહોંચી ગયો છે ગરમીને કારણે સમગ્ર જન જીવન રેગિસ્તાનના વિસ્તારોમાં અસ્ત વ્યસ્ત થઇ ગયું છે માર્ગો બપોરના સમયે સુનસાન નજરે પડી રહ્યાં છે દરેક કોઇ આ ગરમીથી બચવા અનેક પ્રકારના ઉપાયો કરતા નજરે પડી રહ્યાં છે.રાજસ્થાનમાં ગરમીએ હાલના દિવસોમાં આગ ઝરવાનું શરૂ કરી દીધુ છે સીમાવર્તી બાડમેર જીલ્લામાં તાપમાન ૪૪ ડિગ્રીની પાર પહોંચી ગયું છે.સામાન્ય રીતે આ રીતની ગરમી અહીં મે જુન મહીનામાં જોવા મળે છે પરંતુ આ વખતે બે મહિના પહેલા ગરમીએ પોતાનો પ્રભાવ પાડવાનું શરૂ કર્યું છે.ભારે ગરમીને કારણે લોકો કામ સિવાય બહાર નિકળતા નથી આવામાં શહેર અને બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી નથી હાઇવે માર્ગો પણ ભીષણ ગરમીને કારણે સુનસાન નજરે પડી રહ્યાં છે લોકો ગરમીથી બચવા માટે લીંબુ પાણી પીતા નજરે પડી રહ્યાં છે. જયારે ઘરમાં એસી કુલર પંખાની મદદથી લોકો બચી રહ્યાં છે. લોકોનું કહેવુ છે કે આ વખતે ગરમી સમય પહેલા જ આવી ગઇ છે.આથી લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે.એ યાદ રહે કે એપ્રિલમાં સામાન્ય રીતે ૩૮થી ૪૦ ડિગ્રી તાપમાન રહે છે પરંતુ આ રીતની ગરમીને જોતા એ શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે આગામી મે જુન મહીનામાં રેકોર્ડ તોડ ગરમીન પડશે અને પારો ૫૦ની પાર પહોંચી શકે છે.
Home National International ઉત્તર-પશ્ચિમ ભારત ગરમીમાં શેકાયુ, ૫ દિવસ માટે ૮ રાજ્યોમાં લૂ માટે એલર્ટ...