ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમિયાન તગડી ગામના પાટિયા પાસેથી શંકાસ્પદ રીતે ઉભેલ શક્તિસિંહ ચકુભા રાયજાદા,ઉ.૨૬,રહે.ખાટડી ગામ,તા.ઘોઘાવાળાને ચેક કરતા તેની પાસે રહેલ થેલામાંથી મેકડોલ્સ નં.૧ કલેક્શન વહીસ્કી બ્રાન્ડની ૭૫૦ એમ.એલની ૬ બોટલો ઝડપી પાડેલ જેની કી.રૂ.૧૮૦૦/- ગણી તપાસ અર્થે કબ્જે કરી શખ્સને ઝડપી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તળે ઘોઘા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે