GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

64

RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૧૩૯. કયું પાલતું પ્રાણી તેની સામાજિક સમુહમાં રહેતું નથી ?
– બિલાડી
૧૪૦. કયા પ્રાણીના દુધમાં સાકરનું પ્રમાણ સૌથી વધું હોય છે ?
– હાથી
૧૪૧. માણસની જેમ કયા પ્રાણી સ્મિત કરી શકે કે હસી શકે છે ?
– ચિમ્પાન્ઝી તથા ગોરીલા
૧૪ર. બિલાડી અને કુતરામાં વધુ આયુષ્ય કોનું છે ?
– બિલાડી
૧૪૩. કયા પ્રાણીનો સૌથી વધુ ગર્ભધારણ સમય હોય છે ?
– એશિયાઈ હાથી – ૬૧પ થી ૬૧૮ દિવસ
૧૪૪.કયા પ્રાણીના વજનના પ્રમાણમાં સૌથી ભારે મગજ હોય છે ?
– સામાન્ય મારમોસેટ – વાનરકુળ
૧૪પ. પ્રાણી- પક્ષીઓના બચ્ચાને કયા નામથી ઓળખાય છે ?
– સિંહ – કબ, માછલી – ફિંગરલીંગ, સસલુ- લીવરેટ, તેતર – ચપીર, કાંગારૂ – જોય, રૂસ્ટર – કુકરેલ , દેડકો – પોલીવોગ, કતુર- સ્વેબ, હંસ- સીગ્રેટ, ઈલ – એલમર
૧૪૬. લીનસંગ કયા વર્ગનું પ્રાણી છે ?
– સીવેટ (વીજ)ના વર્ગનું પ્રાણી છે – ખટ્ટાસ
૧૪૭. બિલાડી કુળની નજીકનું પ્રાણી કયું ?
– સીવેટકેટ- વીજ / વણિયર
૧૪૮. હેણોતરો ગશ (કેરેકલ) કયા વર્ગનું પ્રાણી છે ?
– બિલાડી-કેટ
૧૪૯. પેન્ગોલીન (કીડીખાઉ) તેના બચ્ચાને કેવી રીતે લઈ જાય છે ?
– પુંછડી દ્વારા
૧પ૦. ભારતીય શાહુડીનો પ્રિય ખોરાક કયો છે ?
– હરણની ખરી ગયેલા શીંગડા
૧પ૧. મોટા પોન્ડાનો ફકત એક જ ખોરાક કયો છે ?
– વાંસના કુમળા ડાળી, પાન
૧પર. બિલાડી કુળના કયા પ્રાણીના પોતાના પંજા સંકોરી શકતું હોવા છતાં તેના નખ ખુલ્લા રહ છે ?
– ચિત્તો
૧પ૩. એન્ટલર અને શીંગડાનો તફાવત કયો છે ?
– એન્ટલર સખત હોય છે જે દર વર્ષે ખરી જાય છે અને ફરીથી નિકે છે. શીંગડા પોલા અને કાયમી રહે છે. હરણને એન્ટલર્સ હોય છે. એન્ટીલોપને શીંગડા હોય છે.
૧પ૪. વાઘની આઠ પ્રજાતિ પૈકી કેટલા વીનાશને આરે કે વિનાશ થયેલ છે ?
– ત્રણ
૧પપ. ઘોડાની કઈ જાતિ વિનાશને આરે છે ?
– બર્ડ અને એશયાટીક વાઈલડ હોર્સ
૧પ૬. મેઝોઈક યુગમાં કયા સસ્તન પ્રાણી મુખ્યત્વે જોવા મળે છે ?
– ધાનીધારી
૧પ૭. માંસાહારી પ્રાણીઓમાં સૌથી મજબુત જડબું કોનું માનવામાં આવે છે ?
– ઝરખ
૧પ૮. ગુજરાતમાં કેટલા જાતના મૃગ અને હરણ જોવા મળે છે ?
– ગુજરાતમાં ચાર જાતના મૃગ અને ત્રણ જાતના હરણ જોવા મળે છે.
૧પ૯. હરણ અને મૃગનો તફાવત કયા છે ?
– હરણના શીંગડાં શાખવાળા, સખત અને વળ કે રીંગ વગરના હોય છે. જે દર વર્ષે આપોઆપ ખરી પડે છે અને ફરી નવા ઉગે છે, ફકત નર હરણ શીંગડા ધરાવે છે. આ શીંગડાને એન્ટલર તરીકે ઓળખવામાં આવે છે.
૧૬૦. વદ્ય- સિંહ ઘાસ ખાય છે ?
– હા (કયારેક પાંચનમાં મદદરૂપ થવા)
૧૬૧. ચામાચિડીયા કે કાનકડીયા ઉડે છે. તેને પક્ષી ગણાય ?
– ચામાચિડીયા કે કાનકડીયાએ સસ્તન વર્ગના પ્રાણી છે પરંતુ પક્ષી નથી
૧૬ર. કયું પ્રાણી સૌથી લાંબુ છે ?
– પ્રાણીજગતનું સૌથી લાંબુ પ્રાણી ‘લાયન્સ જોન જેલીફીશ’ સમુદ્રમાં જોવા મળે છે જેની લાંબાઈ ૬૦મી. સુધીની નોંધાયેલ છે
૧૬૩. પ્રાણીઓમાં હું સિંહું છું, એવું કોણે કહ્યું છે ?
– ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્‌ગીતામાં કહ્યું છે

Previous articleભય અને શ્રદ્ધા :- પ્રકાશ જાની (વચનામૃત : જીવન માર્ગદર્શક )
Next articleખાનગી હોસ્પિટલ્સમાં કોરોનાની રસી હવે રૂા.૨૨૫માં મળશે