ઠેર ઠેર મંદિરોમાં આરતી, પૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભગવાન શ્રીહરિના ૨૪ યુગ અવતાર પૈકી એક એવો રામાવતાર સતયુગમાં વિષ્ણુ ભગવાને પૃથ્વી પર અવતાર ધારણ કરી રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. દર વર્ષે ચૈત્ર સુદ નોમના રોજ ભગવાન રામચંદ્રજીના જન્મની ઉજવણી કરવામાં આવે છે જે રામનવમી તરીકે ઓળખાય છે. ભાવનગર ઠેરઠેર મંદિરોમાં આરતી,
પૂજા અર્ચના, દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી. મીઠાઈની દુકાનો પર શ્રીખંડ અને મઠોની ખરીદીમાં ભારે ભીડ જોવા મળી હતી. ચાર યુગ પૈકી પ્રથમ એટલે કે સતયુગમાં પ્રૃથ્વિ સમ્રાટ રઘુવંશી રાજા દશરથના ઘરે અખિલ બ્રહ્માંડના નાયક શ્રીહરિ સ્વયં ચૈત્ર સુદ નોમના રોજ દશરથ રાજાના પત્ની કૌશલ્યાની કુખે અવતાર ધારણ કરી પધાર્યા હતા અને સમય જતાં અસુરો, દુરાચરણ, અસત્ય નો નાશ કરી રામરાજની સ્થાપના કરી હતી. આ મયૉદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની જન્મ તિથિ દર વર્ષે ભાવનગર શહેર-જિલ્લામાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
બે વર્ષ બાદ રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકળી
આજે શહેરમાં આવેલા તપસ્વી બાપુની વાડીએથી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળશે. સાથે શહેર અને જિલ્લાના મંદિરોમાં ઠેરઠેર શોભાયાત્રા નીકળશે. ભાવનગર જિલ્લામાં આવેલ મંદિરોમાં પૂજા અચૅના, આરતી સાથે હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.