ભાવનગર જિલ્લામાં ૬૩ સેન્ટરો પર લોકરક્ષક દળની પરીક્ષા યોજાઈ

70

સમગ્ર રાજ્ય સહિત ભાવનગરમાં લોકરક્ષક દળ ની પરીક્ષા આજે રવિવારના રોજ યોજાઈ રહી છે ભાવનગર જિલ્લાના ૬૩ કેન્દ્રો પર ૧૯ હજાર લેખિત પરીક્ષા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી, ભાવનગરમાં લોકરક્ષક ભરતી ની લેખિત પરીક્ષામાં વિદ્યાર્થીઓ દરેક સેન્ટર ઉપર ઉત્સાહભેર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. એલઆરડી ની લેખિત પરીક્ષામાં ભાવનગરના ૬૩ બ્લોકના ૬૩૪ બ્લોક રૂમમાં પરીક્ષા લેવામાં આવી રહી છે, ભાવનગરમાં કુલ ૧૯ હજાર ઉમેદવારો એલ આર.ડી.ની પરીક્ષા આપી હતી, તમામ બહાર સેન્ટરો ઉપર પી.આઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા,પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

અને દરેક ઉમેદવારને બાયોમેટ્રિક તપાસ બાદ પરીક્ષાખંડ ની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો, અગાઉ ઘણી સરકારી ભરતી પરીક્ષામાં પેપર ફૂટવાના બનાવો બન્યા છે, આ વખતે એલઆરડીની લેખિત પરીક્ષાનું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થઈ હતી, અગાઉ ભાવનગર કલેકટર દ્વારા પરીક્ષાને લઇને જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ મીટરની ત્રિજ્યામાં કોઈપણ ચાર વ્યક્તિ એ ભેગા થવા પર પ્રતિબંધ મૂક્યો હતો સાથે જ પરીક્ષા ખંડ ની અંદર ઇલેક્ટ્રોનિક ગેજેટ્‌સ સહિતની ઉપરના લઇ જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પરીક્ષા બપોર ૧૨થી ૨ વાગ્યા દરમિયાન લેવામાં આવશે. જેમાં ઉમેદવારો માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશનો સમય સવારે ૯.૩૦થી ૧૧.૩૦ દરમિયાન રહેશે. બપોરે ૧૨થી ૨ દરમિયાન આ લેખિત પરીક્ષામાં કુલ ૧૦૦ ગુણના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તમામ જવાબ ઓએમઆર પદ્ધતિએ આપવાના રહેશે .ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને જીઇઁહ્લ કોન્સ્ટેબલની ૧૦,૪૫૯ જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨, હથિયારધારી કોન્સ્ટેબલની ૭૯૭ અને એસઆરપી કોન્સ્ટેબલની ૪,૪૫૦ જગ્યા માટે ભરતી થશે. ભાવનગર ડિવિઝનના હેઠળ આવતા કુલ ૬૩ કેન્દ્રમાં પરીક્ષાપૂર્ણ થાય તે માટે ૧ એએસપી, ૭૩PI અને PSI, ૬૩ ASI, ૨૩૪ પુરૂષ કોન્સ્ટેબલ, ૧૨૬ મહિલા કોન્સ્ટેબલ, ૧૨૬ ટ્રાફિક પોલીસ, ૧ એસઆરપીની ટુકડી અને ૬૩ વીડિયોગ્રાફર સહિતના ૪૦૦ થી વધુ પોલીસ બંદોબસ્તમાં જોડાયા હતા,

Previous articleભાવનગરમાં રામનવમીની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરાઈ
Next articleશેત્રુંજીની છાયામાં ભાતીગળ ભરતગૂંથણના મંચ પરથી ભારતભૂમિની ભાવવાણીમાં ભીંજાયા ભાવુકો