ઔદ્યોગિક અને રહેણાંકી વિસ્તારમાં વીજળી ડૂલ રહેશે : આલ્કોક, વેજીવટેબલ અને એસબીએસ ફીડર હેઠળના વિસ્તારોમાં સાડા પાંચ કલાક વીજ પુરવઠો નહીં મળે
ઉનાળાની આકરી ગરમીમાં સોમવારથી ઔદ્યોગિક અને રહેણાંક વિસ્તારોમાં લોકોને સાડા પાંચ કલાકના વીજકાપનો ઝટકો સહન કરવો પડશે. શહેરના જુદા-જુદા વિસ્તારમાં ત્રણ દિવસ લાઈટ કાપ રહેશે.પીજીવીસીએલ સિટી-૧ કચેરી દ્વારા વીજ લાઈન ઉપર રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી તા.૧૧-૪ને સોમવારે સવારે ૬-૩૦થી બપોરે ૧૨ કલાકે આલ્કોક ફીડર હેઠળના ન્યુ મિલ કમ્પાઉન્ડ, પ્રેમ મેગ્નેશિયમ, ઠક્કર કોલ્ડ સ્ટોરેજ, સુષ્મા પ્લાસ્ટીક, પટેલ સોલ્ટની ઓફીસ, મોતીતળાવ રોડ, વીઆઈપી પાર્ક સામેનો વિસ્તાર, મેચ ફેક્ટરી કમ્પાઉન્ડ તેમજ તા.૧૨-૪ને મંગળવારે સવારે ૬-૩૦થી ૧૨ કલાક સુધી વેજીટેબલ ફીડરના રૂવાપરી રોડ, સહકારી ઘાણો, ગોરડ સ્મશાનવાળો ખાંચો, સ્ટીલકાસ્ટવાળી ગલી, ત્રિવેણી રોલીંગ મીલ (એચ.ટી. કનેક્શન) અને તા.૧૩-૪ને બુધવારે સવારે ૬-૩૦થી ૧૨ કલાક સુધી એસબીએસ ફીડર હેઠળના બહુમાળી ભવન, એસટી પાછળનો રોડ, હોમગાર્ડ ઓફિસ, સંજીવની કોમ્પલેક્ષ, આદર્શ કોમ્પલેક્ષ, જેલ ગ્રાઉન્ડ, સરકારી વસાહત, તારંગા, સૂર્યારાજ ટાવર, ડો.તુષાર ગાંધીની હોસ્પિટલ, તખ્તેશ્વર પમ્પીંગ સ્ટેશન, ન્યુ ફિલ્ટર , મેડીકલ કોલેજ, ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ, સામવેદ કોમ્પલેક્ષ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને અનંતવાડી વિસ્તારના અમુક ભાગમાં વીજ પુરવઠો નહીં મળી શકે તેમ જણાવાયું છે.