આ શોભાયાત્રામા નગરજનોએ ખુબ જ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો
દાહોદ
આજે શ્રી રામ નવમી ના રોજ શ્રી રામ સમિતી લીમખેડા તેમજ હિન્દુ સમાજના યુવક મંડળો વેપારીભાઈઓ તથા વડીલો દ્વારા શ્રીરામ જન્મોત્સવ ની શોભાયાત્રા લીમખેડા નગર માં ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી, સવારે ૯ઃ૦૦ વાગ્યાથી શોભાયાત્રા શરુ કરવામા આવી હતી જે શોભાયાત્રા લીમખેડા નગરના રાજમાર્ગો પર ફરી હતી સાથે શ્રીરામ ભગવાન ના જન્મોત્સવ નિમિત્તે વિશેષ ભોગ ની સાથે મહાઆરતી શ્રીરામ સમિતિ લીમખેડા દ્વારા કરવામા આવી હતી, શોભાયાત્રામાં લીમખેડા ના સેવાભાવી યુવક મંડળ દ્વારા દરેક ચોકમાં ઠંડા પાણી / શરબત અને દૂધનું આયોજન કરવામાં આવ્યુ હતુ, શ્રીરામજી ની ભવ્ય શોભાયાત્રા નગરમા ફરતા સમગ્ર વાતાવરણ રામ મય બન્યુ હતુ.