ભારતમાં પ્રાચીન સમયથી અર્વાચીન સમય સુધી થયેલા અનેક ધાર્મિક સુધારણા ના આંદોલનને માત્ર ધાર્મિક દ્રષ્ટિએ મૂલવવા કરતા સામાજિક અને આર્થિક પુષ્ઠભૂમિકામાં મૂલવવા ખૂબ જ જરૂરી છે, વિવિધ ધાર્મિક આંદોલનનું ધર્મશાસ્ત્રીય દૃષ્ટિએ અને તેના સિદ્ધાંતો ની દ્રષ્ટિએ મહત્વ છે પરંતુ ઐતિહાસિક દ્રષ્ટિએ આ આંદોલનનો માટે કેવી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ જ જવાબદાર હતી, અને એ આંદોલનનો એ ક્યાં અને કેવી સામાજિક આર્થિક હેતુઓ સિદ્ધ કર્યા તે જોવું ખૂબ જ મહત્વનું છે. ૧૯મી સદીમાં ભારતીય સમાજ સુધારણાની પ્રવૃતિઓમાં અનેક સંસ્થાઓને ખૂબ મોટું યોગદાન રહ્યું છે જેમાં બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, થિયોસોફિકલ સોસાયટી, સત્યશોધકસમાજ વગેરેનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે ૧૯મી સુધીની મહાન ભારતીય પુનરુર્જીવન પ્રક્રિયામાં પ્રાર્થના સમાજ એ મહત્વનો ભાગ ભજવ્યો છે, આ સંસ્થા વર્ષો સુધી પશ્ચિમ ભારતમાં સુધારણા ના કાર્યક્રમોનું કેન્દ્ર હતી તેને સામાજિક ન્યાયના સિદ્ધાંતોને ટેકો આપ્યો તેમજ શિક્ષણ ના પ્રચાર માટે આ સમાજે ઘણી મહત્વની ભૂમિકા ભજવેલ ભારતીય પ્રજાના વિકાસ પામેલા મિજાજ અને જુસ્સા બંગાળ અને મહારાષ્ટ્રના હિન્દુઓમાં ઉત્તર ભારતમાં મુસ્લિમો માં અને પશ્ચિમ ભારતમાં પારસીઓમાં ધાર્મિક અને સામાજિક સુધારણા ના આંદોલન ને જન્મ આપ્યો ૧૯મી સદી માં શરૂઆત ના સુધારણા આંદોલન પાશ્ચાત્ય ધોરણે અને પાશ્ચાત્ય વિચારસરણી અ અનુસાર થયેલા આંદોલન હતા પરંતુ તે પછી ભારતમાં તેની સામે સ્વાભાવિક પ્રત્યાઘાતી વલણ શરૂ થયું
આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો.
જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું તેઓ બાળપણથી જ કડક અને બળવાખોરી સ્વભાવના હતા ૧૪ વર્ષની ઉંમરે તેમણે મુર્તિપૂજાનો ના વિરોધ કર્યો અને પિતા સાથે સંઘર્ષમાં આવ્યા તેથી તેમને આધ્યાત્મિક જ્ઞાનની ખોજ માટે ગૃહનો ત્યાગ કરી ૧૫ વર્ષ સુધી ૧૯૪૫થી ૧૮૬૦ જ્ઞાનની શોધમાં આખા ભારતમાં ફરતા રહ્યા જુદા જુદા સાધુ સંન્યાસીઓ યોગીઓના સંપર્કમાં આવ્યા થોડો સમય માટે તેમને યોગ સાધના પણ કરી ઉપવાસ કર્યા આ વર્ષો દરમિયાન મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સંસ્કૃત ભાષા વ્યાકરણ દર્શનશાસ્ત્ર ધાર્મિક સાહિત્ય ઉપર વધુ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું, ૧૮૬૦માં તેઓ મથુરા ગયા અને ત્રણ વર્ષ સુધી પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદ મુલાકાત થઈ સ્વામી વિરજાનંદ વેદિક સાહિત્ય ભાષા અને દર્શનના પ્રકાંડપંડિત હતા, તેઓ મૂર્તિપૂજા પાખંડી રીતરિવાજો અને દેવ વાદી વિચારોના સખત વિરોધી હતા, તેમણે દયાનંદને વેદોનું જ્ઞાન આપ્યું પોતાના ગુરૂ પાસેથી દયાનંદ નિર્ભયતાના પાઠ શીખ્યા હતા ગુરુ સ્વામી વિરજાનંદ એ દયાનંદ પાસે ગુરુદક્ષિણામાં વેદોનો ભારત ભરમાં પ્રચાર અને પ્રસાર કરવાનું વચન લીધું હતું. દયાનંદ સરસ્વતીએ ગુરુને આપેલું વચન જીવનના અંત સુધી પૂર્ણ કરવા અને અનુસરવા પ્રયત્ન કર્યા હતા, તેમને ધર્મ પ્રચારની શરૂઆત ૧૮૬૩માં કરી હતી ૧૯૬૩થી ૧૮૮૩ સુધી એટલે કે ૨૦ વર્ષ સુધી તેમને સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો વિવાદાસ્પદ ચર્ચાઓમાં ભાગ લીધો પોતાનો ઉપદેશ લોકોને સમજાવ્યુ આર્ય સમાજની સ્થાપના કરી પુસ્તકો લખ્યા અને સામાજિક સુધારણા નો પ્રચાર અને પ્રસાર કર્યો, ભારતની બધી સમસ્યાઓ અને નબળાઈઓની ઉકેલ વેદ ધર્મમાંથી શોધવાનું તેમણે પ્રયત્ન કર્યો વૈદિક ધર્મ જ સાચો અને વૈશ્વિક ધર્મ છે. તેમનો ઉદ્દેશ્ય પ્રાચીન હિંદુ ધર્મની ફરીથી સ્થાપવાનું હતું હિન્દુ ધર્મમાં જે કુરીતીઓ અને કુરિવાજો ઘુસી ગયા હતા તેને તે દૂર કરવા માંગતા હતા વેદો એ મૂર્તિ પૂજાને સંમતિ આપી નથી, તેથી તેઓ મૂર્તિપૂજા ના સખત વિરોધી હતા. દયાનંદ સરસ્વતી એ આર્ય સમાજમાં સામાજિક આચરણો અને નૈતિક મૂલ્યોની સંહિતા નક્કી કરી હતી, આ સંહિતામાં જન્મ પર આધારિત જાતિ પ્રથા માનવ માનવ વચ્ચે નો ભેદભાવ અને સ્ત્રી-પુરૂષ વચ્ચેની સમાનતાને કોઈ સ્થાન આપ્યું ન હતું, વેદો તરફ પાછા વળો તેમણે સૂત્ર આપ્યું હતું તેઓ પાશ્ચાત્ય શિક્ષણ વિજ્ઞાનના અધ્યયન અને અધ્યાપન અને સમાજની ભૌતિક સ્થિતિ ને સુધારવાના હિમાયતી હતા,
૧૮૬૯માં દયાનંદ સરસ્વતી બનારસના પંડિતો સામે પડકાર ફેંક્યો હતો વેદોમાં મૂર્તિપૂજા ની સંમતિ ની વાત કરવામાં આવી હોય તેવું પુરવાર કરે એ પડકાર ના કારણે બનારસના મહારાજાએ ધર્મસભા બોલાવવાની ફરજ પડી પરંતુ તેમાં કોઈ પંડિતો પુરાવો પુરાવાઓ રજુ કરી શક્યા નહીં અહીથી અસરકારક ધર્મપ્રચાર ની શરૂઆત થઇ હતી. કેશવચંદ્ર સેને તેમને હિન્દી ભાષામાં ઉપદેશ આપવા માટે કહેલ તેથી તેમને ઉપદેશ ની ભાષા હિન્દી રાખી જેથી કરીને આમ જનતા સુધી સંદેશ પહોંચી શકે ૧૮૭૪માં તેઓ મુંબઈમાં આવ્યા અને મુંબઈમાં ચાલતી સમાજ સુધારવાની પ્રવૃત્તિના તેઓ જોડાયા અને ત્યારબાદ ૧૦ એપ્રિલ ૧૮૭૫માં આર્ય સમાજની સ્થાપના કરી ભારતનો મૂળ વૈદિક ધર્મ તથા પ્રાચીન ભારતીય જીવનપ્રણાલી ટકાવી રાખવા, દેશની પ્રજામાં પોતાની સંસ્કૃતિ પ્રત્યે જાગ્રત કરવા તથા રાષ્ટ્રવાદનો પાયો નાખવાના ઐતિહાસિક કાર્યમાં આર્યસમાજ મોખરે રહ્યો છે. સનાતન વૈદિક ધર્મના સિદ્ધાંતોથી હિંદુ ધર્મ વિચલિત થયેલો હોવાથી તેમાં જે ક્રમશઃ વિકૃતિઓ દાખલ થઈ તે દૂર કરી સનાતન ધર્મની પુનઃસ્થાપના કરવી એ આર્યસમાજનો મૂળ હેતુ હતો. આર્યસમાજે તેની સ્થાપના સાથે જ સમાજસુધારાનું બીડું ઉઠાવ્યું હતું અને વિધવાવિવાહ તથા અસ્પૃશ્યોદ્ધાર જેવા કાર્યક્રમો હાથ ધર્યા હતા; એટલું જ નહિ, પરંતુ સ્ત્રીકેળવણી, આંતરજાતીય લગ્નપ્રથા, શારીરિક શિક્ષણ તથા ધર્માંતર કરી અન્ય ધર્મમાં જતા રહેલા મૂળ હિંદુ ધર્મના અનુયાયીઓને પાછા હિંદુ ધર્મમાં લેવા માટેના શુદ્ધિપ્રયોગ હાથ ધર્યા હતા.૧૯૨૧માં મલબારમાં મુસલમાનોએ બંડ કર્યું અને હજારો અન્ય ધર્મીઓને બળપૂર્વક મુસલમાન બનાવ્યા હતા. આર્યસમાજે આ રીતે ધર્માંતરનો ભોગ બનેલા હજારો લોકોને ફરી હિંદુ ધર્મમાં પ્રસ્થાપિત કર્યા હતા.ગુરુકુળ, મહાવિદ્યાલયો, માધ્યમિક શાળાઓ, અનાથાલયો, વિધવાશ્રમ વગેરેની સ્થાપના કરી હતી, આર્ય સમાજની એક બાબત ખાસ ધ્યાન ખેંચે તેવી છે બીજી કોઈ પણ સુધારાની ચળવળના વ્યાપ કરતા આર્યસમાજ નો વ્યાપ ખૂબ જ મોટો હતો લગભગ બધા જ રાજ્યમાં આર્ય સમાજ ની શાખાઓ પાંગરી હતી અને તે પણ સક્રિય, આવી. ભારત બહાર પણ આ સંસ્થાએ પ્રવૃત્તિ વિસ્તારી હતી. તેમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), થાઇલૅન્ડ મલેશિયા (મલાયા) ત્રિનિદાદ તથા આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં તેણે કરેલ પ્રવૃત્તિ વિશેષ ઉલ્લેખનીય રહી છે. ૧૯મી સદીમાં સ્થપાયેલી સંસ્થાઓ પૈકી આર્યસમાજ આજે પણ ખૂબ સારી રીતે કાર્ય કરે છે.
Home Vanchan Vishesh ૧૦ એપ્રિલ ૧૮૭૫માં આર્યસમાજની સ્થાપના:- પ્રકાશ જાની (વચનામૃત : જીવન માર્ગદર્શક )