આપણા હદયમાં,
મહાદુષ્ટ મંથરા વસે છે.
આપણા હદયમાં,
કર્કશા કૈકેયી વસે છે.
આપણા હદયમાં,
સીતા વિશે બકનાર ધોબી વસે છે.
આપણા હદયમાં કયાં,
આજ્ઞાંકિત અનુજ લક્ષ્મણ વસે છે?
આપણા હદયમાં
રામ ભક્ત હનુમાન વસે છે?
આપણા હદયમાં ,
સજ્જન જટાયુ
વસે છે?
આપણા હદયમાં,
અશોકવાટિકાની ત્રિજટા કયાં વસે છે?
આપણા હદયમાં
મર્યાદા પુરૂષોતમ રામ વસે છે?
હદયમાં રામને વસાવો ને,
સ્વર્ગમાં સ્થાન મેળવો.
– ભરત વૈષ્ણવ