સતત બે વર્ષથી અવિરત ચાલતી દિવ્ય ઘરસભાને બે વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિતે તીર્થધામ સરધારમાં દ્વિવાર્ષિક ઘરસભા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સરધાર મંદિરના મહંત નિત્યસ્વરૂપદાસજી સ્વામીએ સરધારધામને તુલસીના પાંદડે રાધારમણ દેવને અર્પણ કરીને સંપ્રદાયમાં એક ઇતિહાસ રચ્યો છે એવી અર્પણવિધિ કરવામાં આવી.