ભાવનગર મહાનગર મીડિયા વિભાગની યાદી જણાવે છે કે ગત ૬ એપ્રિલનાં રોજ ભારતીય જનતા પાર્ટીનો ૪૨ મો સ્થાપના દિવસ હતો, તે નિમિત્તે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધીમાં પહોંચાડવાનાં ઉદ્દેશ થી ૭ એપ્રિલ થી ૨૦ એપ્રિલ દરમિયાન “સામાજીક ન્યાય પખવાડિયા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, તે કાર્યક્રમનાં ભાગરૂપે ભાવનગર મહાનગર કિસાન મોરચા દ્વારા તા. ૧૦/૦૪/૨૦૨૨ અને રવિવારના રોજ અકવાડા ખાતે પી. એમ. કિસાન યોજના વિષય ઉપર કિસાન સભાનું આયોજન કરવામાં આવેલ. આ કિસાન સભામાં પ્રદેશ કિસાન મોરચાના મંત્રી ભરતભાઈ મેરે કેન્દ્ર સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ વિશે માહિતી આપેલ અને આ કિસાન સભામાં સ્વાગત પ્રવચન શહેર કિસાન મોરચાનાં પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલે કરેલ
અને તેઓએ રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ વિશે માહિતી આપેલ, તેમજ આ કિસાન સભાનું સફળ સંચાલન શહેર કિસાન મોરચાના મહામંત્રી ઘનશ્યામભાઈ સોનાણીએ કરેલ, તેમજ શહેર કિસાન મોરચાનાં મહામંત્રી નીરવભાઈ કીકાણીએ પ્રાકૃતિક તેમજ ગૌ આધારિત ખેતી વિશે માહિતી આપેલ, તેમજ પૂર્વ કોર્પોરેટર ડી.ડી.ગોહેલે પણ સભાને સંબોધન કરેલ આ કિસાન સભામાં શહેર ભાજપનાં ઉપાઘ્યક્ષ અશોકભાઈ પરમાર, શહેર ભાજપના કોષાધ્યક્ષ હિમાંશુભાઈ દેસાઈ, ઘોઘા સર્કલ વોર્ડના મહામંત્રી હિંમતભાઈ મકવાણા, સમીરભાઈ ત્રિવેદી, શહેર મહિલા મોરચાના મંત્રી અલ્પાબેન મકવાણા, કિસાન મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય બળુભાઈ જાદવ, શહેર કિસાન મોરચાના હોદેદારો સર્વ હરેશભાઈ વાળા, ભરતભાઈ ગાંગાણી, જગદીશભાઈ મકવાણા, નીતિનભાઈ ભટ્ટ, રાકેશભાઈ અજવાળીયા, પાર્થભાઈ કટુડિયા, મનજીભાઈ ડાભી, રમેશભાઈ પરમાર, રમેશભાઈ મજેઠિયા, શ્રીઊ ગિરિરાજસિંહ ગોહિલ, તેમજ શહેર કિસાન મોરચાનાં સૌ હોદ્દેદારો, કારોબારી સદસ્યો, દરેક વોર્ડના કિસાન મોરચાનાં પ્રમુખ, મહામંત્રીઓ અને વોર્ડ હોદ્દેદારોની ટીમ સાથે વિશાળ સંખ્યામાં હાજર રહી કિસાન સભાને સફળ બનાવેલ.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..