ભાવનગર શહેર ભાજપ અનુસૂચિત જાતી મોરચા દ્વારા તારીખ ૧૧-૪-૨૨ અને સોમવારના રોજ મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મ જયંતિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવેલ. તે નિમિતે સવારે ૯-૦૦ કલાકે કુંભરવાડા ખાતે આવેલ શાળા નંબર ૧ અને ૨ નાં બાળકોને સ્ટેશનરી, નોટબુક, પેન્સિલ, ચેક રબ્બર ઇત્યાદિનું વિતરણ કરવામાં આવેલ. ત્યારબાદ કુંભારવાડા શાંતિનગર ખાતે અનુસુચિત જાતિ વિસ્તારની મુલાકાત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેર ભાજપના ઉપાઘ્યક્ષ અશોકભાઈ પરમાર પ્રદેશ કારોબારી સભ્ય દિલીપભાઈ જોગદીયા, અ. જા. મોરચા પ્રમુખ ડૉ. રાજુભાઇ પરમાર, મહામંત્રી મહેન્દ્રભાઈ જાદવ, ગોપાલભાઈ ચૌહાણ, કોર્પોરેટર હીરાબેન વિંઝુડા, મોરચાના પદાધિકારીઓ, ઝોન પ્રભારીઓ, પ્રદેશ કારોબારી સભ્ય, નગરસેવક, સિક્ષણ સમિતિ સદસ્યઓ, મોરચાના કારોબારી સભ્યઓ, વૉર્ડ પ્રમુ ખ મહામંત્રીશ્રીઓ, મીડીયાના ઇન્ચાર્જ, સહ ઈનચાર્જ તથા મોરચાનાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ. તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા..