દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાત આવ્યા

175

માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી- મનીષ સિસોદિયા
ગુજરાતના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ના નિવેદનને લઈને ગુજરાત નહિ પણ દેશમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે જેને લઇને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આજે ભાવનગરની મુલાકાતે આવ્યા હતા અને તેમણે ખાસ જીતુ વાઘાણી ના મત વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓના શિક્ષણ અને બાંધકામ અંગેની સમીક્ષા કરી હતી જે દરમિયાન તેમણે 27 વર્ષથી શાસન કરતાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે કહ્યું હતું કે આગામી ચૂંટણીમાં શિક્ષણ અંગે ચર્ચાઓ થવી જોઈએ, આમ આદમી પાર્ટીના દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી સ્કૂલો અંગે તેઓએ માહિતી મેળવી હતી સાથેજ તેમણે શહેરની હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62 મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા અને સિદસર ખાતે આવેલી કેન્દ્રવતી શાળાની મુલાકાત લીધી હતી સરકારી શાળાની મુલાકાત લઈ મનીષ સિસોદિયાએ કહ્યું કે હું આવવાનો હતો એટલે સાફ-સફાઈ તો કરી છે પણ એટલી થઈ નથી, હદાનગરમાં આવેલી સરકારી શાળા નંબર 62ની મુલાકાત લઇ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે

માત્ર એકાદ-બે LED લગાવી દેવાથી સ્માર્ટ શાળા બની જતી નથી. શાળામાં ગાબડાં પડી ગયાં છે, એ જર્જરિત છે. બાળકો ભયના ઓથાર નીચે જીવે છે, જેથી એને રિપેરિંગ કરાવવી જોઈએ અહીં આવીને મેં જોયું કે શિક્ષણ મંત્રી ના મત વિસ્તારમાં જ શાળાઓની હાલત કેટલી ખરાબ છે, ભાવનગર શહેરની પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો શહેરમાં 13 વોર્ડમાં કુલ 52 શાળાઓ આવેલી છે જેમાં ૨૫ હજાર બાળકો અભ્યાસ કરે છે સાથે જ 100 થી વધુ કાયમી શિક્ષકોની ઘટ છે, થોડા દિવસ પહેલાં મનીષ સિસોદિયાએ એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના શિક્ષણમંત્રીના નિવેદનની નિંદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી સત્તા પર રહેલા ભાજપના શાસનમાં ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જર્જરિત બની ગઈ છે, ભાવનગરની મુલાકાતે આવી પહોંચેલા મનીષ સિસોદિયાએ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તેમજ ઈશુદાન ગઢવી ભાવનગરના સીદસર ખાતે આવેલ કન્યા કેળવણી શાળાની મુલાકાત લીધી હતી જેમાં શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકો સાથે વાર્તાલાપ કરી શાળાની સ્થિતિ અંગે દુઃખ વ્યક્ત કરી ભાજપની ટીકા કરી હતી જે શાળાની મુલાકાત લીધી હતી તેમાં ભર ઉનાળે બાળકો નળીયા નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા, ગુજરાત શિક્ષણ ની સ્થિતિને લય મનીષ સિસોદિયાએ સરકારને આડે હાથ લઈ શાળાની સ્થિતિ અંગે લોકોને માહિતગાર કર્યા હતા.

Previous articleમહારાજ કુમાર ધર્મકુમારસિંહજીના 105માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરાશે
Next articleભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાએ પી.એચ.ડીની પદવી પ્રાપ્ત કરી.