સેન્ટ્રલ સોલ્ટમાં ૬૯માં સ્થાપના દિવસની ઉજવણી કરવામા આવી

50

ચીફ ગેસ્ટ તરીકે પદ્મશ્રી પ્રો. એમ.એચ. મેહતા, અધ્યક્ષ, ગુજરાત લાઈફ સાયન્સ તથા પૂર્વ કુલપતિ, ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું
ભાવનગરની CSIR – સેન્ટ્રલ સોલ્ટ એંન્ડ મરીન કેમીક્લ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ (CSMCRI)માં રવિવારે, ૧૦ એપ્રીલ્‌ ના રોજ સંસ્થાના ૬૯ માં સ્થાપના દિવસની ઉજવણી સંસ્થાના સભાગૃહમાં તથા ઓનલાઇન પ્લેટફોર્મ થકી સફળ સંચાલન કરવામા આવ્યુ. સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો.બિશ્વજીત ગાંગુલીએ ઉપસ્થિત રહેલ મહેમાનો તથા શ્રોતાગણોનું હાર્દિક સ્વાગત કરેલ તથા સંસ્થાની સંશોધન સિદ્ધિઓ, આવોર્ડ્‌સ, રિસર્ચ પબ્લિકેશન, પેટંટ્‌સ વગેરેની માહિતીથી અવગત કરેલ. આ અવસર પર ઉપસ્થિત રહેલ વિશિષ્ટ અતિથિ તરીકે ડો. ટી. રાજમન્નાર, કાર્યપાલક અધ્યક્ષ અને હેડ, આરએન્ડડી, સનફાર્મા એડવાન્સ રિસર્ચ કંપની લિમિટેડ દ્વારા “નવીનતાઓ અને આપણા સમાજ પર તેમની અસર” પર વક્તવ્ય આપેલ. તેમણે જણાવ્યુ હતું કે ભારતમાં ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્‌સ, નોવેલ કેમેસ્ટ્રી તથા મેડિસિનલ સાયન્સમાં પ્રગતિ માટે બહોળી તકો રહેલી છે. હાલમાં ભારતમાં દવાઓનો ઉદ્યોગ ૪૧ બિલિયન જેટલો છે જેમાથી ૨૧ બિલિયન નિકાસ દ્વારા છે. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાતના ૧૬૦૦ કિમી લાંબા દરિયાકિનારા ઉપર બહોળા પ્રમાણમાં શેવાળ અને તેમાથી બનતી દવાઓ અને બાયોફર્ટિલાયજર અને પોષણને લગતી પેદાશો ઉત્પન્ન કરવા માટેની તકો રહેલી છે જેમાં વૈજ્ઞાનિકોને સંશોધન કરવા માટેનું પ્રોત્સાહન પૂરું પાડ્યું.

આ અવસર પર મુખ્ય અતિથી તરીકે પદ્મશ્રી પ્રો. એમ.એચ. મેહતા, અધ્યક્ષ, ગુજરાત લાઈફ સાયન્સ તથા પૂર્વ કુલપતિ, ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ હાજરી આપી હતી. પ્રો. એમ.એચ. મેહતાએ “આવનારા વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી માટેની દૂરદર્શિતા” પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે નવો યુગ સ્થાયી કૃષિવિષયક વિજ્ઞાન અને સજીવ ખેતીનો છે અને તેમાં ક્રાંતિની જરૂર છે અને તેમણે બાયો કૃષિવિષયક વિજ્ઞાનનો ઉપયોગ કરીને જીવ હત્યાને નાબૂદ કરવા અને જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા પર ભાર આપ્યો હતો. તેમણે આગામી ૩૦ વર્ષમાં દરિયાઈ શેવાળ અને લીલની ખેતી કરીને ગુડ ફૂડ ઈન્સ્ટિટ્યૂટ ઊભી કરવા માટેનું પ્રેરણા આપી. સંસ્થાના ડાયરેક્ટર ડો. ક્ન્નન શ્રીનીવાસને જણાવ્યુ હતુ કે સંસ્થાના સ્થાપના દિવસનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કેટલા સંશોધન અવગત કરવવાનો છે. આ ઉપરાંત સંસ્થાના નિદેશકે સંસ્થાની ટેક્નોલોજીકલ સિદ્ધિઓ જેવી કે સોડિયમ સલ્ફેટ, મીઠાનું ઉત્પાદન વધારવા માટેની ટેક્નોલૉજી, શેવાળમાથી બનાવેલું લીક્વિડ સ્ટીમૂલન્ટ જે એગ્રીકલ્ચરલ ફિલ્ડમાં ઉપયોગી થશે. શેવાળમાથી બનેલ એનિમલ ફીડ ટેક્નોલૉજી, ડિસ્ટલરી સ્પેંટ વોશમાથી પોટાશની રિકવરી જેવી સિધ્ધિઓ વર્ણવી હતી. આ ઉપરાંત સંસ્થાના ૩ મોટા આવનાર પ્રોજેક્ટ્‌સ જેવા કે મિશન સીવીડ, મોડલ સોલ્ટ વર્કસ તથા ૧ સ્ન્ડ્ઢ ડિસલાઈનેશન પ્લાન્ટ વિષે માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતું કે જે સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકો તથા રીસર્ચ સ્કૉલર દ્વારા કરવામાં આવે તે માનવતાના ઉદ્ધાર અને સમાજના કલ્યાણ અને ઉદ્યોગની પ્રગતિ માટે હોય તે મહત્વનુ છે. સંસ્થાના નિદેશકે વૈજ્ઞાનિકો તથા રિસર્ચ સ્કોલરને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને સંસ્થાના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાના વૈજ્ઞાનિકો, કર્મચારીઓ તથા રિસર્ચ સ્ટુડન્ટ્‌સએ આ કાર્યક્રમમાં હાજરી આપીને સ્થાપના દિવસના કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનુ યોગદાન આપેલ. સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકો ડો.બિશ્વજીત ગાંગુલી, ડો. વી. કે. શાહી તથા પ્રધાન વૈજ્ઞાનિક ડો. અંકુર ગોયલ તથા તેમની ટીમના સફળ સંચાલન હેઠળ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના ર્ઝ્રંછ શ્રી સુભાષ ચંદરે આભારવિધિ કરીને સર્વેને ૬૯ મા સ્થાપના દિવસની અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના વૈજ્ઞાનિક ડો પારૂલ સાહુએ કાર્યક્રમનું સંચાલન સફળતાપુર્વક પુરુ પાડેલુ. ડો. પ્રતાપ બાપટ તથા શ્રી ભુપેન્દ્ર મરકમ, વૈજ્ઞાનિકોના અવિરત પ્રયાસો થકી આ કાર્યક્રમ સફળ બનેલ.

Previous articleસેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપના દિવસે વિદ્યાર્થીઓનો વૈજ્ઞાનિક-શૈક્ષણિક પ્રવાસ
Next articleમાઈધાર ગામે પદ અને હોદ્દાનો ભાર હળવો કરીને મહાનુભાવો નાચ્યાં