બી એમ કોમર્સ હાઇસ્કુલ ના ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ છેલ્લા સાત વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ અને અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ ના રાઇટર તરીકે ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે …આ વર્ષે પણ શ્રી કૃષ્ણ કુમાર સિંહજી ઉદ્યોગ શાળા ના વિદ્યાર્થીઓ અને અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ ના રાઇટર તરીકે આ વિદ્યાર્થીઓએ સહેજ પણ ઉપકારના ભાવ વિના જવાબદારી અને સંવેદના ના ભાવ સાથે રાઇટર તરીકે સેવા આપી ..સમાજના વિવિધ ક્ષેત્રમાં જ્યાં જરૂર છે ત્યાં આપણી શક્તિ લગાડીને સેવાકાર્ય કરી શકાય તે મૂલ્યનું રોપણ કરવા માટે બી એમ કોમર્સ હાઈસ્કૂલ ના શિક્ષકોના માર્ગદર્શન નીચે કોરોના કાળમાં પણ વિવિધ સેવા કાર્યોમાં આ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ દિવ્યાંગ વિદ્યાર્થીઓ ના રાઇટર તરીકે પણ પોતાની વાર્ષિક પરીક્ષા હોવા છતાં સમયનો ભોગ આપીને સુંદર કાર્ય કર્યું છે તેમ શાળાના આચાર્ય પરેશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું …આ કાર્ય બદલ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના શાળાના આચાર્ય નીતાબેન રૈયા તથા ટ્રસ્ટી લાભુભાઈ સોનાણી એ તમામને બિરદાવ્યા હતા.