મલેકવદર પ્રા.શાળાના શિક્ષકે આચાર્યને લાફો ઝીકી દીધો.!

86

ઘોઘા તાલુકાના મલેકવદર ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્યને શાળાના જ એક શિક્ષકે લાફો ઝીકી દેતા શાળામાં ચકચાર મચી જવા પામી હતી.
બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર મેલકવદર પ્રાથમિક શાળા ખાતે આચાર્ય તરીકે ફરજ બજાબતા જયરામભાઈ મંગળભાઈ રાવળ સવારે ૭-૧૫ કલાકે શાળાએ પહોંચી અને ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ દ્વારા બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ રીડર મશીનથી પોતાની હાજરી પુરાવેલ, ફિંગર આપ્યાના થોડા સમય બાદ શાળામાં ફરજ બજાવતા સામાજિક વિજ્ઞાનના શિક્ષક વલ્લભભાઈ કલાભાઈ ચુડાસમા પણ આચાર્યની ઓફિસમાં બાયોમેટ્રિકમાં ફિંગર દ્વારા હાજરી પુરાવવા ગયેલ જે દરમ્યાન કોઈ કારણોસર કમ્પ્યુટર બંધ થઈ ગયેલ હોય અને આ કમ્પ્યુટર શાળાના આચાર્ય દ્વારા શરૂ કરવા માટે પ્રયાસો કરતા હતા તે દરમ્યાન શિક્ષક વલ્લભભાઈ ચુડાસમા દ્વારા આચાર્યને એક લાફો ઝીંકી દીધો હતો. તેમજ ઓફિસનો દરવાજો બંધ કરવા જતા આચાર્ય જયરામભાઈ રાવળ દ્વારા દરવાજો બંધ કરવા દીધો નહોતો આ દરમ્યાન શાળા સ્ટાફ ઓફિસમા આવતા આ મામલો ઉગ્ર બનતા અટક્યો હતો,જયારે આ બાબતે ઘોઘા તાલુકા ્‌ઁર્ઈં મિતાબેન દુધરેજીયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Previous articleબી એમ કોમર્સ હાઇસ્કુલ ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં પ્રજ્ઞાચક્ષુઓની આંખો બન્યા
Next articleકાલે વિજકાપના કારણે શહેરમાં ૫૦ હજાર લોકોને પાણી વિતરણ અટકશે