વધ – ઘટ થતા તાપમાનથી ગરમી લાગવાના બનાવોમાં થયો વધારો

62

દિવસના તાપમાનમાં ફેરફારથી લૂ, ચક્કર તેમજ ડાયરીયાના કેસો વધ્યા
ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને દરરોજ તડકા પડી રહ્યા છે ચૈત્ર માસમાં દનૈયા તપી રહ્યા છે જોકે છેલ્લા ચાર દિવસમા દિવસના તાપમાનમાં થતા સતત ફેરફારના કારણે લોકો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. અને લૂ લાગવા ઉપરાંત ચક્કર આવવા તેમજ ડાયરીયાના કેસોમાં વધારો થવા પામ્યો છે.
ચૈત્ર માસમાં ચાર દિવસ પહેલા પ્રથમ વખત તાપમાનનો પારો ૪૦ ડિગ્રી વટાવ્યા બાદ બીજા જ દિવસે એકદમ તાપમાન ઘટી જવિ પામેલ અને ગઈકાલે સોમવારે દિવસનુ તાપમાન ફરી ૪૦ ડિગ્રી નજીક પહોંચી જવા પામેલ. રાત્રીના તાપમાનમાં પણ વધ ઘટ યથાવત રહેવા સાથે દિવસ દરમિયાન સરેરાશ ૧૮થી ૨૬ કીમીની ઝડપે ફૂકાતી ગરમ લૂથી લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા છે અને દિવસ દરમિયાન અનેક લોકોને લૂ લાગવાથી બેચેની, ગભરામણ અને ચક્કર આવવાના બનાવો વધી રહ્યા છે. આ ઉપરાંત ગરમીના કારણે ડાયરીયાના તેમજ શરદીના કેસ પણ વધી રહ્યા છે. અને લોકોને દવા લેવાની અને આરામ કરવાની ફરજ પડી રહી છે.
તાપમાનમાં થતા ફેરફાર સાથે પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોએ ખાસ કરીને બપોરના સમયે કારણ વિના બહાર નિકળવાનુ ટાળવા તેમજ ખુલતા અને સુતરાઉ કપડા પહેરવા સાથે પાણીનો ભરપૂર ઉપયોગ કરવા તંત્ર દ્વારા પણ સલાહ આપવામાં આવી રહી છે.

Previous articleકાલે વિજકાપના કારણે શહેરમાં ૫૦ હજાર લોકોને પાણી વિતરણ અટકશે
Next articleઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ દ્વારા ભાવનગરમાં ચાર દિવસીય વિશિષ્ટ ઉજવણી કરાશે