ભોજપુરીથી લઇ ટીવી સુધીનો સફર કરનારી આ સ્ટાર એક્ટ્રેસ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે પોતે તેની તસવીરો અવાર નવાર તેનાં ફેન્સ માટે શેર કરતી રહેતી હોય છે. એવામાં હાલમાં હૈદરાબાદરમાં એક ઇવેન્ટથી તેણે ફ્રી થઇને તેનાં રૂમમાંથી કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો સિઝલિંગ લૂક જોવા મળી રહ્યો છે. મોનાલિસાએ તેની લેટેસ્ટ તસવીરોમાં બ્લેક કલરની શોર્ટ ડ્રેસમાં નજર આવી રહી છે. તેમાં તેણે તેનાં લૂકને કંમ્પલિટ કરવા માટે કાનમાં મોટા ઝુમખા પહેર્યા છે. વાળ ખુલ્લા છે અને સિમ્પલ મેકઅપ કર્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી તસવીરોમાં નજર આવે છે કે, મોનાલિસા તેનાં શાનદાર ફિગર ફ્લોન્ટ કરી રહી છે. પોઝની સાથે સાથે તે તેની અદાઓથી લોકોને દિવાના બનાવી રહી છે. ફેન્સ પણ તેની સુંદરતાનાં કાયલ થઇ ગયા છે. અને તેનાં વખાણ કરી રહ્યાં છે. આ વચ્ચે એક યુઝરે મોનાલિસાની સરખામણી સની લિયોન સાથે કરી દીધી છે. તેણે ભોજપુરીની સની લિયોન કહી દીધી. જોકે, જેનાં પર મોનાલિસાએ કોઇ રિએક્શન કરી હતી. આપને જણાવી દઇએ કે, મોનાલિસાની આ તસવીરોને ૨૯ હજારથી વધુ લાઇક્સ મળી ગઇ છે. જેની તસવીરો જોઇ લોકો લાઇક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે. આ એક્ટ્રેસની તસવીરો વાયરલ થઇ રહી છે.