૧૯મીસદીના મહાન સમાજ સુધારા મહિલાઓના મુક્તિદાતા શોષિત, પીડિત, તારક મહિલા શિક્ષણના હિમાયતી સામાજિક સમરસતા અને સમાનતાના અધિકારના અગ્રદૂત બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકર એમને પોતાના ત્રીજા ગુરુ માનતા હતા અંધવિશ્વાસ, બાળવિવાહ, વિધવાવિવાહ, છૂત-અછૂતનો ભેદભાવ દૂર કરવો તેમજ ખેડૂતોના હક માટેના કાર્યો કર્યા હતા.પ્રથમ મહાત્માઉપનામપ્રાપ્ત કરનાર દાર્શનિક લેખક ચિંતક જ્યોતિબા ફૂલે નો જન્મ મહારાષ્ટ્રનાં પૂણે જિલ્લાના સતારા ગામમાં ૧૧ એપ્રિલ ૧૮૨૭નાં રોજ જન્મ્યા હતા. તેમનુ પુરુ નામ જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે હતુ. પિતા ગોવિંદરાય અને માતા ચીમનાબાઈનાં બે સંતાનો પૈકી તેઓ નાના હતા. પેશ્વાએ તેમને પુણેમાં બાગકામ કરવા જમીન ભેટમાં આપી હતી. તેઓ ફૂલોના ગજરા બનાવીને વેચતા હતાં. વર્ષોથી તેમનો પરિવાર આ જ કામ કરતો હતો. આથી તેમનાં ફૂલોના વ્યવસાયને કારણે એમની અટક ફૂલે પડી, હતી. જ્યોતિબાએ એક વર્ષનીનાની ઉંમરમાં માતાની છત્રછાયા ગુમાવી હતી. ઙ્મજ્યોતિબા પ્રાથમિક શાળામાં લેખન, વાંચન અને અંકગણિતનો પાયાનો ખ્યાલ મેળવી અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા.જ્યોતિરાવમાં બુદ્ધિ કૌશલ્યો જોઈ કોઈ રૂઢીવાદીએ તેમના પિતાને કાન ભર્યા કે ’વાંચન-લેખનથી કઈ ફાયદો નહિ થાય, જો આ બાળક વાધારે ભણશે તો તમારું કઈ કામ કરશે નહિ. નકામો બની જશે.’પણ એક ભલા-હિત ચિંતકને બાળક જ્યોતિરાવની તીવ્ર બુદ્ધિ શક્તિ જોઈ તેમનાં પિતાને સમજાવ્યું જેથી જ્યોતિબાને ફરીથી શાળા જવાનો અવસર મળ્યો આથી તેમનાં પિતાએ તેમને સ્થાનિક સ્કોટીશ મિશનમાં દાખલ કરાવ્યા. ૧૮૪૭માં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ થયોતે સમયનાં સામાજિક રિવાજ પ્રમાણે માત્ર ૧૩ વર્ષની ઉંમરે ઈ.સ.૧૮૪૦માં તેમનાં વિવાહ સાવિત્રીબાઈ સાથે થયાં. ૧૮૪૮માં થોમસ પેઈનનું પુસ્તક‘The rights of Man`વાંચીને એમનામાં સામાજિક ન્યાયની ભાવના વિકસિત થઈ. એક વખત જ્યોતિબા ફૂલે એક સવર્ણ મિત્રના લગ્નમાં ગયા ત્યાં એમને સામાજિક ભેદભાવનો ખૂબ જ કડવો અનુભવ થયો અને એમણે સામાજિક અન્યાય સામે લડતની દિશામાં કામ શરુ કર્યું જ્યાં સુધી સમાજમાં મહિલાઓ અને નીચી જાતિના લોકોનો ઉત્કર્ષ નહીં થાય ત્યાં સુધી સમાજનો વિકાસ અસંભવ છે. તેઓ થોમસ પેઈનના પુસ્તક ’રાઈટ્સ ઓફ મેન’થી ખૂબ પ્રભાવિત થયા હતા. સામાજિક ઉત્થાનનામાટે જ્યોતિબાએ તેમના અનુયાયીઓ સાથે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ ના રોજ ’સત્યશોધક સમાજ’નામની સંસ્થાની રચના કરી. તેઓ પોતે તેના અધ્યક્ષ હતા અને સાવિત્રીબાઈ ફુલે મહિલા વિભાગના વડા હતા. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ શુદ્રો અને અતિશુદ્રોને ઉચ્ચ જાતિના શોષણમાંથી મુક્ત કરવાનો હતો. તેમણે મૂર્તિપૂજાનો પણ વિરોધ કર્યો અને ચતુરવર્ણ ,જાતિ પ્રથાને નકારી કાઢી. આ સંસ્થાએ સમાજમાં તર્કસંગત વિચારો ફેલાવ્યા અને બ્રાહ્મણ વર્ગને શૈક્ષણિક અને ધાર્મિકએકાધિકાર નો ઇનકાર કર્યો. તેના મુખપત્ર દીનબંધુ પ્રકાશને પણ સત્યશોધક સમાજની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોલ્હાપુરના શાસક શાહુ મહારાજે આ સંસ્થાને સંપૂર્ણ નાણાકીય અને નૈતિક સહાય પૂરી પાડી હતી. તેમણે શૂદ્રો અને સ્ત્રીઓમાં અંધશ્રદ્ધાને કારણે થતી આર્થિક અને સામાજિકઅધોગતિ દૂર કરવા ચળવળ શરૂ કરી. તેમનું માનવું હતું કે જો સ્વતંત્રતા, સમાનતા, માનવતા, આર્થિક ન્યાય, શોષણ રહિત સમાંજ અને ભાઈચારા પર આધારિત સામાજિક વ્યવસ્થા ઊભી કરવી હોય તો અસમાન અને શોષકરૂઢિવાદી સમાજને જડમૂળથી ઉખેડી નાખવો પડશે.આ કામમાં તેમની પત્નીસાવિત્રીબાઈએ પણ સમાન ફાળો આપ્યો હતો. જો કે તેણી ભણેલી ન હતી અને લગ્ન પછી જ્યોતિબાએ તેણીને લખતા વાંચતા શીખવ્યું હતું. તે સમયે છોકરીઓની હાલત ખૂબ જ દયનીય હતી અને તેમને લખવા-વાંચવાની છૂટ નહોતી. આ રિવાજને તોડવા માટે, જ્યોતિબા અને સાવિત્રીબાઈએ ૧૮૪૮માં કન્યાઓ માટે એક શાળાની સ્થાપના કરી. ભારતમાં છોકરીઓ માટે ખોલવામાં આવેલી તે પ્રથમ શાળા હતી.
સાવિત્રીબાઈ ફુલે પોતે આ શાળામાં છોકરીઓને ભણાવવા જતા હતા. ત્યારે તેમણે લોકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેણે લોકો દ્વારાપથ્થરો ફેંકવામાં આવેલા છાણ મળમૂત્ર ગોબર ફેંકવામાં આવેલા.છતાં તેણે હાર ન માની. આ પછી જ્યોતિબાએ કન્યાઓ માટે વધુ બે શાળાઓ અને નીચલી જાતિના બાળકો માટે એક શાળા ખોલી. આ સાથે, વિધવાઓની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેમણે વિધવા પુનર્લગ્ન પણ શરૂ કર્યા અને ૧૮૫૪ માં વિધવાઓ માટે આશ્રમ પણ બનાવ્યો. આ સાથે તેમણે નવજાત શિશુઓ માટે આશ્રમ પણ ખોલ્યો જેથી કરીને સ્ત્રી ભ્રૂણહત્યા અટકાવી શકાય.મહાત્મા ફુલેએ સામાજિક કાર્ય કરતાં અનેક પુસ્તકો લખ્યાં. તેમણે તૃતીય રત્ન, છત્રપતિ શિવાજી, રાજા ભોસલા કા પખડા, બ્રાહ્મણોકા ચાતુર્ય, કિસાનકા કોડા તેમજ અછૂતોકી કેફિયત ’ગુલામગીરી’વગેરે મુખ્ય છે. જ્યોતિબા ફુલેએ તેમના કામથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા ડૉ.ભીમરાવ આંબેડકર પણ તેમનાથી ખૂબ પ્રભાવિત હતા અને મહાત્માના માર્ગ પર ચાલીને તેમણે દલિતોના ઉત્થાન માટે અનેક કાર્યો કર્યા, જેના પ્રત્યક્ષ પરિણામો આજે જોવા મળે છે.મહાત્મા જ્યોતિબા ફૂલે ક્રાંતિકારી સમાજ સુધારક હતા. તેમણે જાતિ, જાતિ, મિલકત સહિત મનુષ્ય દ્વારા કરવામાં આવતા તમામ પ્રકારના ભેદભાવ અને અતિરેકનો સખત વિરોધ કર્યો. તેઓ દલિતો, પછાત ખેડૂતો, મજૂરો, મહિલાઓ અને મજૂર વર્ગના સાચા શુભચિંતક હતા. તેમણે ધાર્મિક દંભ, સામાજિક દુષણો અને અંધશ્રદ્ધાનો સખત વિરોધ કર્યો. વર્તમાન યુગમાં મૂડીવાદી વિકાસને કારણે આર્થિક અસમાનતા ઝડપથી વધી રહી છે. જાતિ, લિંગ અને ધર્મના આધારે સામાજિક દમન પણ વધી રહ્યું છે. ખેડૂતો, મજૂરો અને યુવાનોની હાલત દયનીય છે. આવી સ્થિતિમાં મહાત્મા જ્યોતિબા ફુલેના વિચારો પ્રાસંગિકછે
ડો.જીતેશ એ.સાંખટ
Home Vanchan Vishesh સામાજિક અને શૈક્ષણિક ક્રાંતિના જ્યોતિધર, જ્યોતિબા ફૂલે ની૧૯૫મી જન્મ જયંતી૧૧ એપ્રિલ (પ્રેરણાસ્ત્રોત...