રમજાન માસમાં કોમી એકતાના પ્રતિક સ્વરૂપે રાણપુર શહેરમાં લક્ષ્મી સ્ટીલ દ્વારા મુસ્લિમ સમાજના લોકોને રોજા ખોલાવી ઈફતાર પાર્ટી આપી.

68

ગ્રામ પંચાયતના સરપંચ સહીતના લોકો ઈફતાર પાર્ટીમાં હાજર રહ્યા,ધર્મેન્દ્ર ગુપ્તાનુ માનવ સેવા સમિતિ દ્વારા સન્માન કરાયુ
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં કીનારા ખાતે આવેલ લક્ષ્મી સ્ટીલ પરીવાર દ્વારા કોમી એકતાના પ્રતિક સ્વરૂપે મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમજાનમાં નિમિત્તે આજરોજ સાંજે ઈફતાર પાર્ટીનું સરસ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં લક્ષ્મી સ્ટીલ પરિવાર દ્વારા મુસ્લિમ બિરાદરોને આવકારવામાં આવ્યું તેમને વજુ કરાવવામાં આવ્યું ત્યારબાદ ભાવપૂર્વક તેમને રોજા છોડ્યા ,બાદ લક્ષ્મી પરિવારના માલિક ધર્મેન્દ્ર ગુપ્તા નમાઝ પડીને પોતાના જીવનનો ધન્યતા અનુભવી.

આ પ્રસંગે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર,કીનારા ગ્રામ પંચાયતના સરપંચ મેરૂભા પરમાર,વેપારી મંડળના ઉપ.પ્રમુખ સુલતાનભાઈ બાઘડીયા,મોલેસલામ દરબાર સમાજના અમજીભા પરમાર,બાપાલાલ પરમાર,રેમતુભા પરમાર,માનવ સેવા સમિતિના સભ્યો તેમજ કનારાના મહાનુભવો,લક્ષ્મી સ્ટીલ પરિવારના સ્ટાફ,મિત્રોએ સાથે રહીને ખૂબસૂરત સુંદર રીતે આયોજનને સફળ બનાવ્યું લક્ષ્મી સ્ટીલ પરિવારના આ શુભ અવસરે રાણપુર નગીના મસ્જિદના પેશઈમાન દિલદારબાપુ દ્વારા નમાજ પઢાવામાં આવી અને લક્ષ્મી પરિવાર દિવસેને દિવસે પ્રગતિ કરે આમનુ આ કાર્ય સમાજમા કોમી એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે તે માટે ખુદા પાસે દુઆ કરી તેમની સાથે રાણપુર મુસ્લિમ સમાજના આગેવાન એવા ફતુમા ઉનાવાળા આવીને લક્ષ્મી પરિવાર તેમજ સમાજ માટે દુઆ કરી ને કાર્યક્રમને શોભા વધારી આ પ્રસંગે રાણપુર માનવ સેવા સમિતિ દ્વારા લક્ષ્મી સ્ટીલના માલિક એવા ધર્મેન્દ્રભાઈ ગુપ્તાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યુ હતુ..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleભાવનગરમા માં શક્તિ આરાધના ધર્મોત્સવના ત્રિવિધ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું
Next articleપોસ્કો એક્ટ હેઠળ સસ્પેન્ડ થયેલ શિક્ષકને રાણપુર તાલુકાના ધારપીપળા ગામે હાજર નહી કરવા રજુઆત કરાઈ