પોસ્કો એક્ટ હેઠળ સસ્પેન્ડ થયેલ શિક્ષકને રાણપુર તાલુકાના ધારપીપળા ગામે હાજર નહી કરવા રજુઆત કરાઈ

58

જો શિક્ષકને હાજર કરાશે તો શાળાને તાળાબંધી કરવાની ચિમકી…
બોટાદના ગઢડા તાલુકાના હરીપર ગામના એક શિક્ષકને ભણતરના બદલે પ્રેમના પાઠ ભણાવતો વાલીઓએ પકડ્યો હતો જેને લઇને આ શિક્ષક શબ્બીર ઈ.બોળાતર સામે પોલીસે તપાસ હાથ ધરી ધોરણ-6 ની છાત્રા સાથે અડપલા કરવા બદલ શિક્ષક વિરૂધ્ધ પોસ્કો એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી જ્યારે શિક્ષણ વિભાગે આ શિક્ષક ને સસ્પેન્ડ કર્યો હતો ત્યારે આ શિક્ષકને રાણપુર તાલુકાના ધારપીપળા ગામે મુકવામાં આવતા ધારપીપળા ગામ લોકોએ ભેગા થઈ ધારપીપળા પ્રાથમિક શાળાના આચાર્ય ને આવેદનપત્ર આપી આ શિક્ષકને હાજર ન કરવા લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ આ અંગે જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ શાળાને તાળાબંધી કરાશે તેવુ ગામ લોકો તેમજ ધારપીપળા ગામના આગેવાન હરીરામબાપુ દેશાણી એ જણાવ્યું હતુ.

Previous articleરમજાન માસમાં કોમી એકતાના પ્રતિક સ્વરૂપે રાણપુર શહેરમાં લક્ષ્મી સ્ટીલ દ્વારા મુસ્લિમ સમાજના લોકોને રોજા ખોલાવી ઈફતાર પાર્ટી આપી.
Next articleભાવનગર મનપામાં આજે મળેલી બેઠકમાં 15 ઠરાવ મંજૂર કરાયા, રોડ અને ગાર્ડનના કામોની મુદતમાં વધારો કરાયો