શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બીગ, પ્રવેશદ્વારો પર જવાનો તૈનાત કરાયાં, શંકાસ્પદ ગતિવિધિ પર રખાતી બાઝ નઝર
તાજેતરમાં રામનવમી પર્વને લઈને રાજ્યના હિંમ્મતનગર તથા ખંભાત શહેરમાં યોજાયેલી ભગવાન શ્રીરામની શોભાયાત્રામાં કાંકરીચાળો થતાં આ બંને શહેરોમાં કોમી રમખાણ સર્જાતાં માહોલ તંગ બન્યો હતો આ ઘટનાના ઘેરા પડઘા પડ્યાં છે ત્યારે ગૃહ વિભાગના આદેશને પગલે ભાવનગર શહેરમાં પણ પોલીસ સતર્ક બની છે અને રાત્રે કોમ્બિગ સહિતના પગલાં લેવામાં આવી રહ્યાં છે. હિંમતનગર, ખંભાતમાં રામનવમીના દિવસે શહેરમાં યોજાયેલી રથયાત્રામાં પથ્થરમારો થતાં મામલો તંગ બન્યો હતો અને હિંદુ-મુસ્લિમ જૂથો દ્વારા મકાનો,વાહનો સાથે ધાર્મિક સ્થળોએ આગચંપી જેવી ઘટનાને અંજામ આપ્યો હતો આ ઘટનામાં આમ નાગરિકો સાથે સુરક્ષા જવાનો પણ ઘવાયા હતાં અને કોમી રમખાણ જેવો મુદ્દો રાજ્ય ભરમાં ગુંજ્યો હતો આથી રાજ્યના ગૃહ વિભાગે હિંમતનગર, ખંભાત, દ્વારકા જેવી ઘટનાની આગ રાજ્યના અન્ય શહેરોમાં ન પ્રસરે એ માટે આગમચેતીના પગલાં લેવા દરેક શહેરના પોલીસ વડાઓને સુચનાઓ આદેશો કર્યાં છે આથી ભાવનગર શહેર ડીવાયએસપી સફીન હસન તથા ટીમે એસપી રવિન્દ્ર પટેલની રાહબરી હેઠળ શહેરમાં સુરક્ષા-વ્યવસ્થાનો મોરચો સંભાળ્યો છે જે અંતર્ગત મંગળવારે રાત્રે શહેરના તમામ વિસ્તારોમાં પોલીસની અલગ અલગ ટીમો દ્વારા પેટ્રોલીંગ-કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને લઘુમતી વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી એ સાથે શહેરના મુખ્ય પ્રવેશદ્વારો પર ચેકિંગ સાથે શંકાસ્પદ ગતિવિધિઓ પર બાજ નઝર રાખવામાં આવી રહી છે અને બાતમીદારોને પણ સતર્ક કરવામાં આવ્યાં છે એ સાથે એક ખાસ ટીમ દ્વારા અત્યંત ગોપનીયતા સાથે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ટૂંકમાં હિંમતનગર ખંભાતનો દાવાનળ શહેરમાં ન પ્રસરે એ માટે આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.