લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય , સણોસરા ખાતે સ્ટેટ લેવલ વર્કશોપનું ભવ્ય આયોજન

68

ભાવનગર તા.૧૩
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે સ્મૃતિ ભવન , લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય , સણોસરા ખાતે ” working Out the Strategy of Gujarat for Making Indiä a Five Trillion $ Economy ” વિષય પર સ્ટેટ લેવલ વર્કશોપનું આયોજન તા . ૧૩ એપ્રિલના રોજ યુનિવર્સિટીના કાર્યકારી માનનીય કુલપતિ ડૉ . એમ . એમ . ત્રિવેદીની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ . તેમાં ડૉ . એમ . એમ . ત્રિવેદી દ્વારા કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે લોકભારતી ગ્રામવિદ્યાપીઠ , સણોસરના ટ્રસ્ટ્રી ડૉ . અરૂનકુમાર દવે , સ્પીકર તરીકે અગ્રીકલ્ચર પોલીટેકનિક કોલેજ , ખેડબ્રહ્માના આચાર્યશ્રી ડૉ જે . આર. પટેલ, રૂરલ એન્ટર પ્રિન્યોર અચ્યુતભાઈ પટેલ અને હમીરસિંહ પરમાર, ઈકોનોમિકસ ભવનના અધ્યક્ષ પ્રો . કે એમ . જોષી , લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય , સણોસરા કોલેજના આચાર્ય ડૉ . હસમુખભાઈ સુથાર અને અધ્યાપકઓ હાજર રહ્યા હતા. કુલપતિ ડૉ . એમ . એમ . ત્રિવેદી દ્વારા ભારતના માનનીય અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી તથા નીતિ આયોગ દ્વારા ૨૦૨૪ સુધી ૫ ટીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું જે સ્વપ્ન છે તે દિશામાં આગળ વધવામાં આ વર્કશોપ ખૂબ ઉપયોગી બનશે તેવુ જણાવેલ , ૨૦૨૪-૨૫ સુધીમાં ૫ ટ્રીલીયન ડૉલરની ઈકોનોમિકસના લક્ષ્યને સિદ્ધ કરવાથી આર્થિક વિકાસ વધશે , વ્યાપાર કરવામાં સરળતા આવશે , મેક ઈન ઈન્ડીયાને પ્રોત્સાહન મળશે , લોકલ ફોર વોકલને પ્રોત્સાહન મળશે અને ગ્રામ્ય વિસ્તારમાં વિપુલ રોજગારીની તકોનું નિર્માણ થશે . વર્કશોપની સફળતા માટે કાર્યકારી માનનીય કુલપતિ દ્વારા શુભેચ્છા પાઠવી હતી

Previous articleહિંમતનગર,ખંભાતના બનાવ બાદ ભાવનગર પોલીસ સતર્ક
Next articleઓનલાઇન અભ્યાસથી બાળકોની આંખો પર ગંભીર અસર