અત્યારે તો ગુજરાતમાં કોરોનાના કેસ નહીંવત થઇ ગયાં છે. છેલ્લાં થોડા દિવસોથી ભાવનગર અને શહેરમાં કોરોનાના કેસની સંખ્યા શૂન્ય થઇ ગઇ છે. લોકોનું માસ રસીકરણ અને કોરોના વિશેની જાગૃતિને કારણે આ શક્ય બન્યું છે. પરંતુ બે વર્ષ પહેલાં કોરોના તેની ટોચ પર હતો ત્યારે તેનાં ટેસ્ટિંગ કરાવવાં માટે પણ લાઇનો લાગતી હતી તે આપણને હજૂ યાદ હશે. આવાં સમયે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત કરેલાં ટેસ્ટીંગનો મોટો ફાળો છે. ટેસ્ટીંગને કારણે કોરોનાનું અગાઉથી નિદાન થવાથી સમાજમાં તેનું પ્રસરણ અટકાવી શકાયું છે. ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં આવી રીતે રેપીડ અને એન્ટીજનના ૯,૮૮,૬૬૬ ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે. સૌથી વધુ ટેસ્ટીંગ સિહોર તાલુકામાં ૧,૫૦,૬૨૯ કરવામાં આવ્યાં છે જ્યારે સૌથી ઓછાં ટેસ્ટીંગ જેસર તાલુકામાં ૨૫,૨૪૫ કરવામાં આવ્યાં છે.
આરોગ્ય વિભાગની સઘન કામગીરીને કારણે આજે આપણે આજે વૈશ્વિક રોગચાળો એવાં કોરોનાની મહામારીથી બચી શક્યાં છીએ. છતાં, હજુ કોરોના કોઇને કોઇ નવાં સ્વરૂપે આપણી સામે આવે છે ત્યારે તેનાથી સાવચેત રહેવું એ સમયનો તકાજો છે.