RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૪૮. કંસારાના કુળના પક્ષીઓનું અંગ્રેજીમાં બારબેટ નામ કઈ રીતે પડ્યું છે ?
– ખુલ્લા મોઢા નીચે દાઢી જેવા ઉગતા વાળને લીધે બારબેટ પક્ષી કહેવાય છે
૩૪૯. કયું પક્ષી હવામાં સ્થિર રહી પોતાનો શિકાર શોધે છે ?
– કલકલિયો – કિંગફિશર
૩પ૦. ફિલીપાઈન્સના ગરૂડોનો પ્રિય ખોરાક કયો છે ?
– વાંદરા
૩પ૧. ભારતનું સૌથી મોટી પાંખોવાળુ પક્ષી કયું છે ?
– દાઢીવાળું ગીધ
૩પર. કયા પક્ષીનો ખોરાક વધું હોય છે ?
– માછલી ઉપર જીવતા પક્ષીઓ
૩પ૩. તરવામાં સૌથી ઝડપી પક્ષી કયું છે ?
– જેન્ટો પેંગ્વીજ
૩પ૪. સૌથી ધીમે ઉડતું પક્ષી કયું છે ?
– અમેરિકાનું વુડકોક
૩પપ. કયા પોપટ બધી જગ્યાએ જોવા મળે છે ?
– રોઝરીંગ પેરાકીટ – તુઈ/સુડો
૩પ૬. સૌથી ઉંચે ઉડતું ગાયક પક્ષી કયું છે ?
– રોઝબ્રીસ્ટેડ રોઝ ફ્રીન્ચ – ગુલાબી તુતી
૩પ૭. સૌથી નાનું શિકારી પક્ષી કયું છે ?
– વાઈટ ફ્રન્ટેડ ફાલ્કોનેટ
૩પ૮. સૌથી વધુ પીંછા કયા પક્ષીના હોય છે ?
– વ્હીસલીંગ સ્વાન – સીસોટી હંસ
૩પ૯. સૌથી ઓછા પીંછા કયા પક્ષીના હોય છે ?
– પીગમી ઘુવડ
૩૬૦. કયા પક્ષીઓનો સૌથી મોટો વર્ગ છે ?
– ટાયરન્ટ ફલાયકેચર – માખીમાર
૩૬૧. ભારતનું સૌથી સામાન્ય ફગલ કયું છે ?
– ટોની ઈગલ – દેશી ઝુમસ
૩૬ર. શરીરની લંબાઈના પ્રમાણમાં સૌથી નાની ચાંપ કયા પક્ષીની છે ?
– નાઈટ જાર – દશરથિયું – છાપો
૩૬૩. પોપટમાં સૌથી સારી વાતો કોણ કરે છે ?
– આફ્રિકાનો ગ્રે પોપટ
૩૬૪. કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનું છે ?
– પોપટ
૩૬પ. શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનું છે ?
– ગેલીનેસીપસ પક્ષી, શાહમૃગ તથા કબુતર
૩૬૬.સૌથી વધુ કાળું પક્ષી કયું છે ?
– થ્રશ- કસ્તુરો
૩૬૭. કયા વર્ગમાં શિકારી પક્ષી સૌથી વધું છે ?
– એસીપીટ્રીડી (શિકારી પક્ષીઓ)
૩૬૮. માછલી પકડવા માટે કયા પક્ષીઓ ચાઈનીઝ ટ્્રેઈન બનાવે છે ?
– જળકાગડા
૩૬૯. કયા પક્ષીના ભૌતિક લક્ષણો કેમલ પક્ષી તરીકે ગણાય છે ?
– શાહમૃગ
૩૭૦. બહુચર માતાજીનું વાહન કયું છે ?
– કુકડો
૩૭૧. બ્રહ્માનું વાહન કયું છે ?
– હંસ
૩૭ર. કયાં પક્ષીઓ દેખાવમાં સુંદર છે ?
– મોર, દુધરાજ, રાજાલાલ, પીળક, પોપટ અને સોનેરી પીઠનો લકકડખોદ
૩૭૩. કયા પક્ષીઓ સારા ગાયક છે ?
– દૈયડ, શામા, કોયલ, ચંડુલ, કસ્તુરો, હીલમેના
૩૭૪. કુદરતમાં બીજનો ફેલાવો કરતાં કયાં પક્ષીઓ છે ?
– વૈયા, બુલબુલ, ચિલોત્રો, ટૂકટૂકીયું, કબુતર, હરીયાલ
૩૭પ. કયાં પક્ષીઓ શિકારી પક્ષીઓ છે ?