GHCL સામે આંદોલનનો રપમો દિવસ સમાધાન માટે ડે.કલેકટર ડાભી પહોંચ્યા

1086

 

પીપાવા ગામથી છેક વઢેરા સુધી ૭૦૦૦ એકર જમીન પર જીએચસીએલ કંપનીએ ગવેરકાયદે હડપ કરેલ ને ગામની જમીન ગામને જ મળે તે માટે આંદોલનને આજે પ્રાંત કચેરીએ જ આજે રપમાં દિવસે યથાવત રહેતા હવે આંદોલનકારીઓમાં છેલ્લા ૧૧ દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા તેમજ અનેકવાર આવેદનપત્ર બાળકો સહિત અપાયા બૈરાઓ દ્વારા થાળીઓ વગાડી સરકારની ઉંઘ ઉડાડવા કોશિષ કરી તેમ છતાં રાજુલાના રાજમાર્ગો પર રેલી પણ વિશાળ સંખ્યામાં બૈરા-છોકરાઓ સહિત કાઢી તોય સરકારનો કોઈ જવાબ ન મળતા પ્રાંત અધિકારી ડાભી ઉપવાસ છાવણીમાં બેસેલ ઉપવાસીઓની નીચે બેસીને મુલાકાત લીધી અને કોઈ રસ્તો સમાધાનનો કાઢવા અપીલ કરી ત્યારે ઉપવાસીઓના જવાબમાં એવું જણાવાયું કે હવે અમારા હાથની વાત નથી રહી અમારા વડીલો જે નિર્ણય લેશે તે અમને શીરોમાન્ય છે. અમારે તમારી સાથે કોઈ વાંધો નથી પણ આ સરકારની ઉંઘ ઉઘડતી નથી માટે વડીલો મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવ કરવા જઈ રહ્યાં છે. પેટનો ખાડો પુરવા જમીન હોવા છતા દર દર ભટકવું ને બાળકોનું ભવિષ્ય બગાડવું પોસાય તેમ નથી અને જીએચસીએલ કંપનીને અમારા જીવના બલીદાન આપીને પણ કાઢી મુકીશું. તમારાથી જે કાર્યવાહી સરકાર બાબતે થતી હોય તે કરશો તેમ આમરણાંત ઉપવાસ જીલુભાઈ તથા મધુભાઈએ ડેપ્યુટી ડાભીને કરેલ ત્યારે ડાભીએ કહ્યું કે અમારાથી જે થતી હશે તેટલી મહેનત સરકારને કરીશું પણ તમારા વડીલોને કહો કે કોઈ પણ રીતે સમાધાનનો રસ્તો અપનાવે તેમ અંતમાં ડેપ્યુટી કલેક્ટર ડાભીએ કહે

Previous articleઓટોમોટિવ કોમ્પોનન્ટ મેન્યૂફેકચરર્સ એસોસિયેશન ઓફ ઇન્ડીયાની દ્વિદિવસીય વેલ્યુ ચેઇન સમિટનો પ્રારંભ
Next articleકર્ણાટકના પગલે ગાંધીનગરમાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન