બહુ આયામી પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવનાર મહામાનવ બોધિસત્વ મહાપુરુષ રાષ્ટ્રવાદી નેતા ડો. ભીમરાવ આંબેડકર ને આપણે કોઈ એક જાતિ કે જ્ઞાતિના નેતા તરીકે ગણાવ્યા છે. તે આપણા અધૂરા જ્ઞાનનું પ્રદર્શન છે ડો. બાબા સાહેબ આંબેડકર કોઈ એક જ્ઞાતિ કે જાતિના નેતા નહીં પરંતુ સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વના નેતા છે. જે ભારતનું ગૌરવ ગણી શકાય. તેઓએ સમગ્ર જીવન ભારતની સામાજિક, આર્થિક, રાજકીય અને ધાર્મિક સમસ્યાઓના નિરાકરણ માટે ખર્ચી નાખ્યું એટલું જ નહીં તેમને પોતાના પરિવાર ને પણ રાષ્ટ્રના કલ્યાણ માટે કુરબાન કર્યો એવા
મહાન સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, બંધારણ ના શિલ્પી, કાયદા શાસ્ત્રી, તત્વચિંતક, દર્શન શાસ્ત્રી, ઇતિહાસવિદ્, પ્રખર વિદ્વાન માનવ અધિકારના મસીહા, મહિલાઓના મુક્તિદાતા, દલિતોના મસીહા, મહાન લેખક, પટેલ શ્રેષ્ઠ પત્રકાર, શ્રેષ્ઠ સંશોધક, શ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રી, આધુનિક ભારતના નિર્માતા, બોધિસત્વ, મજુરોના મુક્તિદાતા, પ્રખર રાજનીતિજ્ઞ ,વિજ્ઞાનવાદી વિચારધારાના સમર્થક ડો ભીમ રાવ આંબેડકર નો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧ના રોજ મધ્યપ્રદેશના મહુ છાવણી માં થયો હતો તેમના દાદાજી માંલોજી સકપાલ મહાર જાતિના પ્રતિષ્ઠાત વ્યક્તિ હતા. તેમના પિતાનું નામ રામજી સક્પાલ અને માતાનું નામ ભીમાભાઇ હતું ભીમ રાવ આંબેડકર સમગ્ર જીવન સંઘર્ષ યાતના અને સામાજિક અને માનસિક શોષણ ની સામે લડનારૂ પડકાર આપનારી રહ્યું છે આજની યુવાપેઢી માટે પ્રેરણારૂપ છે તેના અભ્યાસ કાલથી અંતિમ સમય સુધી તેઓએ એનકેન પ્રકારે સંઘર્ષ સંઘર્ષ અને સંઘર્ષ કર્યો છે તેથી તેમનું સમગ્ર જીવન એક અલગ રીતે લિપાયું આયુ છે ડૉ. બાબાસાહેબ આંબેડકરના જીવનનો અભ્યાસ કરવામાં આવે તો ફલિત થાય છે કે તેઓ વ્યવસ્થાવાદી સમાજના સુધારક હતા.
સમાજ સુધારકો ની જેમ ડૉ. બાબાસાહેબે પહેલા સામાજિક પુનરર્ચના નું કામ હાથમાં લીધું. એમ છતાં ત્રીજી ગોળમેજી પરિષદ બાદ એ રાજકીય સુધારાઓ અંગે ઉડાણથી વિચારવા લાગ્યા. સન ૧૯૪૦ થી સમાજવાદ, ગાંધીવાદ, પાકિસ્તાન, સંયુક્ત રાજ્ય, ભાષાકીય રાજ્ય, બંધારણ જેવા અનેક વિષયોનો પ્રગાઢ અભ્યાસ કર્યો અને તે વિષય પર તેમણે પોતાના ચિંતનાત્મક , વિચારપ્રવતક અને માર્ગદર્શન અભિપ્રાય વ્યક્ત કરી તેમના વ્યક્તિત્વ અને વિચારોની વિશાળતાના દર્શન કરાવ્યા બાબાસાહેબ આંબેડકર નવ ભાષાના જાણકાર હતા. માતૃભાષા મરાઠી, હિન્દી, અંગ્રજી, સંસ્કૃત,ગુજરાતી, પારસી ,જર્મન ,ફ્રેન્ચ તેમજ પાલી ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતા હતા .તેમને પાલી ભાષા નો વ્યાકરણ શબ્દકોશ તૈયાર કરેલ જે મહારાષ્ટ્ર સરકારે ડ્ઢઇ.મ્છમ્છજીછૐઈમ્ છસ્મ્ઈડ્ઢદ્ભછઇ ઉઇૈં્ૈંદ્ગય્ છદ્ગડ્ઢ જીઁઈઈઝ્રૐઈ ર્ફંન્ ૫ થી પ્રકાશિત કરેલ છે.ડો બાબાસાહેબ કરેલા આંદોલન
મહાડ આંદોલન ૧૦૨૭. મોહાલી આંદોલન ૧૯૩૯. અંબા દેવી મંદિર પ્રવેશ આંદોલન ૧૯૨૭. કાલારામ મંદિર આંદોલન૧૯૩૦. પુણે કોન્સિલ આંદોલન ૧૯૪૬.નાગપુર આંદોલન૧૯૪૬. લખનો આંદોલન ૧૯૪૭ મુખેડા આંદોલન ૧૯૩૧ વગેરે ખુબજ મહત્વ ના છે તેમણે સમાજમાં પરિવતન લાવવા અનેક સંસ્થાઓ સ્થાપી બહિષ્કૃત હિતકારિણી સભા ૧૯૨૪. સમતા સૈનિક દળ ૧૯૨૭ . સ્વતંત્ર મજુર પાર્ટી ૧૯૩૬ . શેડ્યૂલ કાસ્ટ ફેડરેશન ૧૯૪૨. રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયા. ભારતીય બોદ્ધ મહાસભા ૧૯૫૫. ડિપ્રેસ ક્લાસ એજ્યુકેશન સોસાયટી ૧૯૨૮. પીપલ્સ એજ્યુકેશન સોસાયટી ૧૯૪૫. સિદ્ધાર્થ કોલેજ ૧૯૪૬. વગેરે
.વિશ્વ નેતા ડો બાબાસાહેબ ની વિશેષતાઓ
• પાણી માટે આંદોલન કરનાર , મહાપુરુષ મંદિર પ્રવેશ માટે આંદોલન કરનાર મહાનાયક, માનવ અધિકારો તેમજ સ્ત્રી અધિકારો માટે આંદોલન કરનાર અને સફળતા પ્રાપ્ત કરનાર એક પ્રખર સમાજસુધારક
• લન્ડન યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં તમામ પુસ્તકો નું અધ્યયન કરી જીવનમાં ઉતારનાર વિશ્વનો તેજસ્વી વિદ્યાર્થી
• લન્ડન યુનિવર્સિટીમાં ૨૦૦ વિદ્યાર્થીઓમાંથી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વિદ્યાર્થી
• ભારતીય મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક નો વિચાર આપનાર મહાન અર્થશાસ્ત્રી
• બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને આર્થિક રીતે પાયમાલ કર્યું છે એવું બ્રિટનની ભૂમિ પર કરનાર પ્રથમ ભારતીય મહાપુરુષ.
• જાતિભેદ નો ખંડન કરનાર વીર પુરુષ
• વિશ્વના સર્વશ્રેષ્ઠ ૬ વિદ્વાનોમાં ના એક વિદ્વાન
• સમગ્ર વિશ્વમાં સૌથી વધારે ડો બાબા સાહેબ આંબેડકર ના પુંતળાં સ્થપાયેલા છે
• લન્ડન યુનિવર્સિટીમાં ડી એસ સી ઉપાધિ પ્રાપ્ત કરનાર ભારતનો પ્રથમ અને અંતિમ વિદ્યાર્થી
• લન્ડન યુનિવર્સિટીમાં આઠ વર્ષનો અભ્યાસક્રમ માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ કરનાર ભારતનો એકમાત્ર તેજસ્વી વિદ્યાર્થી
• બોધિસત્ત્વ (૧૯૫૬), ભારત રત્ન ૧૯૯૦. સિમ્બોલ ઓફ નોલેજ.THE GREATEST MAN IN THE WORLD COLUMBIA UNIVERSITY.THE UNIVERSITY MAKER O.FORD UNIVERSITY. 2012 THE GREATEST INDIAN CNN IBN AND HISTORY
– ડો.જીતેશ એ.સાંખટ
Home Vanchan Vishesh રાષ્ટ્રવાદી નેતા ડો. ભીમરાવ આંબેડકર ની ૧૩૧ મી જ્ન્મ જયંતિ( પ્રેરણાસ્ત્રોત ઇતિહાસ...