રાજ્યમાં ટાર્ગેટ કરતા ૧૦૦૦૦ કરોડ રૂપિયાનું વધુ ટેક્સ કલેક્શન

180

૭૦,૭૮૦ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન : છેલ્લા અનેક વર્ષોમાં પ્રથમ વખત ટેક્સ કલેક્શન મામલે ગુજરાતે મૂળ અને રિવાઈઝ્‌ડ ટાર્ગેટને પાર કરી દીધો
અમદાવાદ, તા.૧૩
અમદાવાદ આયકર ભવન ખાતે ફરજ બજાવતા વરિષ્ઠ આવકવેરા અધિકારીએ જણાવ્યું કે, રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૭૦,૭૮૦ કરોડ રૂપિયાનું ડાયરેક્ટ ટેક્સ કલેક્શન થયું છે. કોરોના કાળ દરમિયાન થયેલા નિરાશાજનક ટેક્સ કલેક્શનના આધાર પર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) દ્વારા ગુજરાતને ૪૫,૦૦૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જોકે શરૂઆતના ૨ ક્વાર્ટર દરમિયાન કલેક્શનમાં વધારો જોઈને ટાર્ગેટને રિવાઈઝ કરીને ૬૧,૬૦૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, ટેક્સના નેટ કલેક્શનમાં રિવાઈઝ્‌ડ ટાર્ગેટ કરતાં પણ ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા અનેક વર્ષોમાં પ્રથમ વખત ટેક્સ કલેક્શન મામલે ગુજરાતે મૂળ અને રિવાઈઝ્‌ડ ટાર્ગેટને પાર કરી દીધો છે. કોરોના કાળ દરમિયાન વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતનો નેટ ટેક્સ કલેક્શનનો આંકડો ૪૬,૪૭૯ કરોડ રૂપિયાનો હતો અને કોરોના કાળ પહેલા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ૫૦,૩૪૨ કરોડ રૂપિયાનો ટેક્સ કલેક્ટ કરવામાં આવ્યો હતો ત્યારે તાજેતરનો આંકડો ઘણો ઉંચો કહી શકાય.

Previous article“ભારતીય સંવિધાનનાં શિલ્પકાર બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરનો શૈક્ષણિક સંઘર્ષ”
Next articleદેશના ૨૯ જિલ્લાઓમાં કોરોના અનિયંત્રિત, ચોથી લહેરની આશંકા