ભારતીય એવિએશન રેગ્યુલેટર દ્વારા કાર્યવાહી : તંત્રએ આ પાયલોટ્સને મેક્સની ઉડાન માટે અટકાવ્યા તેમને ફ્લાઈટની ઉડાન માટે ફરી ટ્રેઈનિંગ લેવા જણાવ્યું
નવી દિલ્હી, તા.૧૩
ભારતીય એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ સ્પાઈસજેટના ૯૦ પાયલોટ્સને યોગ્ય રીતે પ્રશિક્ષિત ન હોવાના કારણે બોઈંગ ૭૩૭ મેક્સવિમાનની ઉડાન માટે અટકાવી દીધા છે. ડીજીસીએચીફ અરૂણ કુમારે જણાવ્યું કે, ’હાલ અમે આ પાયલોટ્સને મેક્સની ઉડાન માટે અટકાવી દીધા છે અને તેમને ફ્લાઈટની ઉડાન માટે ફરી ટ્રેઈનિંગ લેવા જણાવ્યું છે.’ વધુમાં જણાવ્યું કે, રેગ્યુલેટર આ પ્રકારની ચૂક માટે જવાબદાર ગણાશે તેવા લોકો વિરૂદ્દ આકરી કાર્યવાહી કરશે અને આવા પાયલોટ્સે મેક્સસિમ્યુલેટર પર ઉચિત રીતે ફરી ટ્રેઈનિંગ લેવી પડશે. ૧૩ માર્ચ ૨૦૧૯ના રોજ અદીસ અબીબા પાસે ઈથોપિયન એરલાઈન્સ ૭૩૭ મેક્સફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને તેના ૩ દિવસ બાદ ડીજીસીએએ બોઈંગ ૭૩૭ મેક્સફ્લાઈટ્સનું ભારતમાં ઓપરેશન અટકાવી દીધું હતું. તે દુર્ઘટનામાં ૪ ભારતીયો સહિત ૧૫૭ લોકો માર્યા ગયા હતા. ડીજીસીએએ અમેરિકી એરક્રાફ્ટ મેકર ર્મ્ીૈહખ્ત દ્વારા આવશ્યક સોફ્ટવેર સુધારાઓથી સંતુષ્ટ થયા બાદ ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં એરક્રાફ્ટ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. ૨૭ મહિનાના સમયગાળા બાદ મેક્સપ્લેન પર લાગેલા પ્રતિબંધો દૂર કરવા મામલે ડીજીસીએની શરતોમાં સિમ્યુલેટર પર ઉચિત પાયલોટ ટ્રેઈનિંગનો પણ સમાવેશ થતો હતો. બુધવારે સ્પાઈસ જેટના પ્રવક્તાએ આ વાત કન્ફર્મ કરી હતી કે, ડીજીસીએએ એરલાઈનના ૯૦ પાયલોટ્સને મેક્સવિમાનની ઉડાન માટે પ્રતિબંધિત કર્યા છે. સ્પાઈસ જેટપાસે બોઈંગ ૭૩૭ મેક્સના પ્રશિક્ષિત પાયલોટ્સની સંખ્યા ૬૫૦ છે. ડીજીસીએએ ૯૦ પાયલોટ્સની ટ્રેઈનિંગ પ્રોફાઈલ પર એક ઓબ્ઝર્વેશન કર્યું હતું. ત્યાર બાદ ડીજીસીએની સલાહ પ્રમાણે કંપનીએ ૯૦ પાયલોટ્સને મેક્સવિમાનના સંચાલન માટે પ્રતિબંધિત કર્યા હતા. જોકે તેઓ અન્ય બોઈંગ ૭૩૭ વિમાનો માટે ઉપલબ્ધ રહેશે અને મેક્સમાટે તેમણે ફરી ટ્રેઈનિંગ લેવી પડશે. જોકે આ પ્રકારના પ્રતિબંધથી મેક્સવિમાનોનું ઓપરેશન પ્રભાવિત નહીં થાય. સ્પાઈસ જેટહાલ ૧૧ મેક્સવિમાનોનું સંચાલન કરે છે અને આ વિમાનોના સંચાલન માટે આશરે ૧૪૪ પાયલોટ્સની જરૂર છે. એરલાઈન્સ પાસે હાલ ૫૬૦ પ્રશિક્ષિત પાયલોટ્સ ઉપલબ્ધ છે જે જરૂરિયાત કરતાં ખૂબ વાધારે છે.