ભાવનગરની જાણીતી શીશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના સનેસ ગામે આરોગ્ય શિબિરનું આયોજન કરાયું

66

ગ્રામ્યજનોની આરોગ્ય તપાસ સાથે જરૂરિયાતમંદોને ચશ્માનું વિતરણ પણ કરાયું
ભાવનગરની જાણીતી સંસ્થા શિશુવિહાર શિક્ષણ, કૌશલ્ય નિર્માણ સાથે સમાજ ઉત્થાનના કાર્યો સાથે પણ સંકળાયેલી છે. સમાજ અભ્યુદયની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે આ કાર્ય અંતર્ગત આરોગ્ય પ્રવૃત્તિઓ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્યથી આજરોજ ભાલ વિસ્તારનાં સનેસ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી.

આ આરોગ્ય શિબિરમાં 325 ગ્રામજનોની આરોગ્ય તપાસ , ચશ્મા વિતરણ તથા ગામની પ્રાથમિક શાળાનાં બાળકોની લોહીમાં હિમોગ્લોબીનની તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટીમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી, રમેશભાઈ પરમાર, રેખાબહેન ભટ્ટ, પ્રીતિબહેન ભટ્ટ, દીપાબહેન જોષીએ સેવા આપી હતી. નિરમા લિમિટેડનાં કલ્પેશભાઈ પટેલ અને ગામનાં સરપંચ મંજુબહેન ચુડાસમા તથા આચાર્ય જયેશભાઈની ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમનું સંકલન હિનાબહેન ભટ્ટ, તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.

Previous articleહિંસા ફેલાવનારા આરોપીઓ વિદેશી તત્વો સાથે સંપર્કમાં હતા
Next articleભાવનગરમાં બાબાસાહેબની 131મી જન્મજયંતિ નિમિત્તે બાઈક રેલી સહિતના કાર્યક્રમો યોજાયા, લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો