પોલીસ સ્ટાફને તાલુકામાં કાયદો અને વ્યવસ્થા ની કડક અમલવારી માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આવ્યુ,પોલીસ પરીવારજનો સાથે વાર્તાલાપ કર્યો.
ગૃહ વિભાગ દ્વારા ગુજરાતમાં ચુંટણી પહેલા વિવિધ જીલ્લાના એસ.પી.ઓની સાગમટે બદલીઓ કરવામાં આવી છે.જેમાં બોટાદ માં એસ.પી.હર્ષદ મહેતાની જગ્યાએ વડોદરા ઝોન-૩ માં ડી.સી.પી.તરીકે ફરજ નિભાવતા ડો.કરનરાજ વાઘેલા(IPS)ને બોટાદ જીલ્લા પોલીસ વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને જીલ્લા પોલીસ વડા એ ચાર્જ સંભાળ્યા બાદ તેઓ જીલ્લાના પોલીસ સ્ટેશનોની મુલાકાત લઈ રહ્યા છે અને આ મુલાકાત દરમ્યાન પોલીસ સ્ટેશનના અધિકારીઓને જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપી રહ્યા છે.
બરવાળા,ગઢડા,ઢસા,પાળીયાદ પોલીસ સ્ટેશનની મુલાકાત બાદ જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા(IPS)રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવી પહોચ્યા હતા.જ્યા પી.એસ.આઈ-શિવાંગકુમાર ભટ્ટ તથા પોલીસ સ્ટાફ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા(IPS)એ તમામ પોલીસ સ્ટાફ પાસેથી કામગીરી અંગેની માહીતી મળવી હતી.તેમજ પોલીસ સ્ટાફને રાણપુર તાલુકામાં કાયદો અને વ્યવસ્થા ની કડક અમલવારી માટે જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.તેમજ જીલ્લા પોલીસ વડા એ સમગ્ર પોલીસ સ્ટેશનનુ નિરીક્ષણ કર્યુ હતુ.આ તકે ડો.કરનરાજ વાઘેલા એ રાણપુર પોલીસ સ્ટાફના પરીવારજનો ની મુલાકાત કરી તેઓની સાથે વાર્તાલાપ કર્યો હતો અને કોઈપણ કામ હોય તો મારો સીધો સંપર્ક કરવા જીલ્લા પોલીસ વડાએ પોલીસ સ્ટાફના પરીવારજનોને કહ્યુ હતુ.તેમજ રાણપુર પોલીસ સ્ટેશનની મુલાકાત દરમ્યાન પોલીસ વડાએ બોટાદ જીલ્લાના નાગરીકોને અને દરેક સમાજ કાયદો અને વ્યવસ્થા માં સહકાર આપવા અપીલ કરી તેમજ જીલ્લામાં કોઈપણ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃતી તથા અસામાજીક પ્રવૃતી ચાલતી હોય તો પોલીસ કંટ્રોલરૂમ નો સંપર્ક કરવા અથવા ડી.વાય.એસ.પી.નો સંપર્ક કરવા અથવા એસ.પી.નો પણ સંપર્ક કરવા લોકોને અપીલ કરી હતી.આ મુલાકાત દરમ્યાન બોટાદ જીલ્લા ડી.વાય.એસ.પી.-એસ.કે.ત્રિવેદી હાજર રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર