ભાવનગર જિલ્લામાં ખનિજ ચોરી અટકાવવા અને ઓવરલોડ ટ્રકો સામે પગલા લેવા કલેકટરની તાકીદ

181

ઉનાળામાં જિલ્લામાં પાણી સહિત પ્રજાકીય સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ લાવવાં જિલ્લાના અધિકારીઓને સંકલન બેઠકમાં અપાયેલી સૂચના
ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં ગારીયાધાર ધારાસભ્ય, કેશુભાઇ નાકરાણી, તળાજાના ધારાસભ્ય કનુભાઇ બારૈયા,જિલ્લા પંચાયત પ્રમુખે રજૂ કરેલાં બીનઅધિકૃત દબાણો, પાણીની વ્યવસ્થા, જમીન માપણી, રોડ , રસ્તાઓ, વિજળી, બાંધકામ વગેરે બબતોને લગતા પ્રશ્નોની જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી, સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે જિલ્લામાં પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યાના સર્જાય અને દરેક તાલુકામાં પાણી સમિતિની બેઠક દર અઠવાડિયે ચોક્કસ મળે અને જે તે તાલુકાના પ્રશ્નો તાલુકા સ્તરે જ ઉકેલાય તે માટે જિલ્લા અને તાલુકાના અધિકારીઓને કલેકટરે સૂચના આપી હતી. આ બેઠકમાં ભાવનગર જિલ્લામાં પંચાયત અને સ્ટેટના ગેરંટીવાળા રોડના પ્રશ્નોના નિરાકરણ, મહી પરિએજ યોજના, સિહોર આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી મશીની ખરીદી, જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા તેમજ ઓવરલોડ ટ્રકોની તપાસ હાથ ધરવા, ગારીયાધાર, જેસર, મહુવા તાલુકામાં ખાણ ખનીજ વિભાગની ગ્રાન્ટ વપરાશ, સિંચાઈ યોજના હેઠળ મહુવા, જેસર તાલુકાના છેલ્લાં ત્રણ વર્ષમાં મંજૂર થયેલા ચેકડેમો તથા તેની પ્રગતિ, સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ, ખાદ્ય પદાર્થોની ચકાસણી વગેરે પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. રોડ, રસ્તા, ગટર, પાણી વગેરે જેવાં પ્રશ્નો સામાન્ય નાગરિકો સાથે સીધી રીતે જોડાયેલાં હોય છે, ત્યારે તેનો ઝડપથી અને સકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવાં અધિકારીઓને તાકીદ કરી હતી.અને એકશન ટેકન રીપોર્ટ રજુ કરવા જણાવ્યું હતું.

Previous articleઅગ્નિશમન સપ્તાહ શહીદ જવાનોને શ્રધ્ધાંજલી પાઠવાઈ
Next articleભાવ. રેલ મંડળે સ્વચ્છતા, સલામતીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી બે શિલ્ડ અંકે કર્યાં