સિહોરએ છોટેકાશી તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. સિહોરમાં અનેક શિવ મંદિરો આવેલા છે ત્યારે સિહોરના અનેક લોકો અલગ અલગ જાત્રાએ જતા હોય છે. ત્યારે દાદાની વાવે રહેતા નયન અલુંભાઈ પાઠક, વસંતભાઈ પાઠક, નિર્ભય પાઠક અને મિત ત્રિવેદી એ ઇનોવા કાર સાથે ૫ મેના રોજ સિહોરથી બાર જ્યોતિર્લિંગની જાત્રા કરવા માટે પ્રસ્થાન કર્યું હતું અને ભારતના ઉત્તર થી લઈને દક્ષિણ સુધીના અલગ અલગ રાજ્યોમાં જ્યોતિર્લિંગ આવેલા છે જેની ૭૭૭૦ કિમિ ની જાત્રા માત્ર ૨૧૬ કલાક એટલે ૯ દિવસમાં પુરી કરી નાખી હતી. જેઓ આજે સિંહોર પરત આવ્યા હતા ત્યારે સિહોરના વડલા ચોક ખાતે ખોડિયાર મંદિરે ચારે યાત્રી એ શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. અહીં નગરપાલિકાના પ્રમુખ દીપતિબહેન ત્રિવેદી એ તેમનું સ્વાગત કરી શુભકામના પાઠવી હતી સાથે ભાવનગર ના જયેશ શુક્લ પણ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સિહોર બ્રહ્મસમાજ ના અગ્રણીઓ અને આગેવાનો દ્વારા હાર પહેરાવી ને ચારે યુવાનોની આ પ્રસિદ્ધિને વધાવી હતી. ભારતમાં સૌ પ્રથમ વાર આટલા ઓછા સમયમાં કાર સાથે બાર જ્યોતિર્લિંગ ની યાત્રા પૂર્ણ કરી હોય તેવું પ્રથમ વાર બન્યું છે ત્યારે ચારે યુવાનોની આ પ્રસિદ્ધિને ગોલ્ડન ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ સુવર્ણ અક્ષરે કંડારાશે. આ ખ્યાતિથી સિહોરનું સમગ્ર દેશમાં નામ રોશન કરી દેખાડ્યું છે બ્રહ્મસમાજ ના ચારે યુવાનો દ્વારા.