નવી દિલ્હી,તા.૧૪
સુકાની મયંક અગ્રવાલ અને શિખર ધવનની અડધી સદી બાદ અત્યંત મહત્વની ક્ષણોમાં બોલર્સે કરેલા દમદાર પ્રદર્શનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૫મી સિઝનમાં બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૨ રને વિજય નોંધાવ્યો હતો. આ પરાજય સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-૨૦૨૨માં ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો આ સળંગ પાંચમો પરાજય છે. રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ હજી સુધી એક પણ મેચ જીતી શકી નથી. બુધવારે પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યું હતું. પંજાબે ધમાકેદાર બેટિંગ કરતા નિર્ધારીત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં મુંબઈએ પણ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું પરંતુ મહત્વની ક્ષણોમાં તેણે બાજી ગુમાવી દીધી હતી. મુંબઈએ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૮૬ રન નોંધાવ્યા હતા. ૧૯૯ રનના લક્ષ્યાંકને પાર પાડવા મેદાનમાં ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ નિરાશાજનક રહી હતી. સુકાની રોહિત શર્મા અને ઈશાન કિશનની ઓપનિંગ જોડી વધુ એક વખત ટીમને અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શકી ન હતી. રોહિત શર્માએ શરૂઆતથી જ આક્રમક બેટિંગ કરી હતી પરંતુ તે મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. જ્યારે ઈશાન કિશન સસ્તામાં આઉટ થઈ ગયો હતો. આ જોડીએ ૩૧ રનની ભાગીદારી નોંધાવી હતી જેમાં ઈશાન કિશનનું યોગદાન ફક્ત ત્રણ રનનું જ રહ્યું હતું. રોહિત શર્મા ૧૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી ૨૮ રન નોંધાવીને આઉટ થયો હતો. બાદમાં ડેવાલ્ડ બ્રેવિસ અને તિલક વર્માની જોડીએ બાજી સંભાળી હતી. આ જોડીએ ૮૩ રનની ભાગીદારી નોંધાવીને ટીમ માટે વિજયની આશા જગાવી હતી. બ્રેવિસે ૨૫ બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૪૯ રન ફટકાર્યા હતા. જ્યારે તિલક વર્માએ ૨૦ બોલમાં ૩૬ રન નોંધાવ્યા હતા જેમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે પણ તોફાની બેટિંગ કરતા ૩૦ બોલમાં ૪૩ રનની ઈનિંગ્સ રમી હતી જેમાં તેણે એક ચોગ્ગો અને ચાર સિક્સર ફટકારી હતી. જોકે, આ ત્રણેટ બેટર્સની આક્રમક ઈનિંગ્સ એળે ગઈ હતી. કેઈરોન પોલાર્ડે ૧૦ અને જયદેવ ઉનડકટે ૧૨ રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે ઓડેન સ્મિથે ચાર, કાગિસો રબાડાએ બે તથા વૈભવ અરોરાએ એક વિકેટ ઝડપી હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પંજાબ કિંગ્સને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જોકે, મુંબઈના બોલર્સ પંજાબની ઓપનિંગ જોડી પર
(અનુસંધાન નીચેના પાને)