RRB, PSI, GPSC HTAT પરિક્ષાની તૈયારી માટે
૩૭૬. કયાં પક્ષીઓ સફાઈ કામદાર પક્ષીઓ છે ?
– ગીધ, સમડી, કાગડો
૩૭૭. ભયથી સાવધાન કરતા પક્ષીઓ કયાં કયાં છે ?
– કાળીયોકોશી, લેલા, ખેરખટ્ટો, ટીંટોડી, કાબર, બુલબુલ, જંગલી કુકડો
૩૭૮. ભારતની સૌથી મોટી એવીયરી (પક્ષીગૃહ) કયાં આવેલું છે ?
– ઈન્દ્રોડા પાર્ક પ્રાકૃતિ ઉદ્યાન- ગાંધીનગર
૩૭૯. પક્ષીઓની કઈ શકિત સૌથી નબળી અને કઈ શકિત સૌથી તીવ્ર હોય છે ?
– પક્ષીઓની સુંઘવાની શકિત સૌથી નબળી અને જોવાની શકિત સૌથી તીવ્ર હોય છે.
૩૮૦. કયા પક્ષીઓ એક બીજાના પીંછા ઓળી આપે છે ?
– શ્વેતનયના જેવા સમુચારી પક્ષીઓ એકબીજાના પીંછા ઓળી આપે છે.
૩૮૧. કયુ પક્ષી ચાંચ ઉલટી રાખીને ખાય છે ?
– ફલેમીંગો (સુરખાબ)
૩૮ર. કયું પક્ષી અન્ય પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે ?
– મોકીંગબર્ડ કે જે ૪ઢ થી વધુ પક્ષીઓના અવાજની નકલ કરી શકે છે
૩૮૩. કયું પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે ?
– લટોરા વર્ગના પક્ષીને કસાઈ પક્ષી તરીકે ઓળખવામાં આવે છે
૩૮૪. સામાન્ય રીતે પક્ષીઓ કેટલું જીવે છે ?
– સામાન્ય રીતે પક્ષીઓ ૧૦ થી ૧પ વર્ષ જીવ છે પરંતુ ગરૂડ ર૦ વર્ષ તથા કાકાકૌઆ ૭૦ થી ૧૦૦ વર્ષ જીવે છે.
૩૮પ. કયા ઘુવડની દ્રષ્ટિ વધુ તિક્ષ્ણ હોય છે ?
– બાર્ન ઘુવડની દ્રષ્ટિ રાત્રી સમયે મનુષ્યની દ્રષ્ટિ કરતાં ૧૦૦ ગણી વધુ તીષ્ણ હોય છે.
૩૮૬. સૌથી મોટું શિકારી પક્ષી કયું છે ?
– સૌથી મોટામાં મોટું શિકારી પક્ષી કોન્ડોર નામનું ગીધ છે
૩૮૭. પક્ષીઓના હરવા- ફરવાનું અને આહાર મેળવવાનું સૌથી મોટું ક્ષેત્ર કોનું છે ?
– યુરોપના ગોલ્ડન ઈગલ ક્ષેત્રે ૧૬ મો.માઈલ, ફિલીપાઈન્સના મકી ઈટીંગ ઈગલ પક્ષીનું ક્ષેત્ર ૧ર ચો.માઈલ અને ગ્રેટ હોન્ડ આઉલનું ક્ષેત્રે પ થી ૬ ચો.માઈલ નોંધાયું છે
૩૮૮. કયા લિંગના પક્ષીઓ મોટાભાગે સુદર ગાતા હોય છે ?
– નરપક્ષીઓ
૩૮૯. ઘર ચકલી દિવસમાં કેટલી વાર માળામાં ખોરાક લાવે છે ?
– રર૦ થી ર૬૦ વાર
૩૯૦. દરજીડો નામનું પક્ષી માળામાં પાંદડાઓને ગુંથવા શેનો ઉપયોગ કરે છે ?
– કરોળીયાના જાળાનો
૩૯૧. ભારતનું નાનામાં નાનું પક્ષી કયું છે ?
– ટિકલ્સ ફલાવર પેકર અર્થાત ફુલસુંઘણી
૩૯ર. ભારતના સારામાં સારા ગાયક પક્ષીઓ કયા કયા છે ?
– બ્લેકબર્ડ (કસ્તુરો), મલબાર વ્હિસલીંગ થ્રશ (ઈન્દ્રરાજ) તથા શામા
૩૯૩. સૌથી વધુ ઝડપથી પાંખો ફફડાવવા માટે કયું પક્ષી જાણીતું છે ?
– હમિંગ બર્ડ
૩૯૪. પક્ષીઓમાં કઈ શકિત અવિકસતી હોય છે ?
– પક્ષીઓમાં વિચારશકિત અને ધ્રાણેન્દ્રિય શકિત અવિકસીત હોય છે
૩૯પ. લાફીંગ (હસતા) જેકાસ તરીકે કોણ ઓળખાય છે ?
– કુકાબુરા કિંગ ફીશર
૩૯૬. પૃથ્વી પર પાંખ ધરાવતું ન ઉડી શકે તેવું પક્ષી કયું ?
– શાહમૃગ
૩૯૭. સૌથી લાંબી પાંખો ધરાવતું પક્ષી કયું છે ?
– વન્ડરીંગ આલ્બાટ્રોસ