શહેરના આનંદનગર વિસ્તારમાંથી દારૂ ભરેલી કાર લઈ શખ્સ પસાર થવાનો હોવાની બાતમી રાહે ઘોઘારોડ પોલીસ સ્ટાફ વોચ રહી ઈંગ્લીશ દારૂ અને કાર સાથે ઉત્તર કૃષ્ણનગર ખાતે રહેતા શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એ.જે.વસાવાની સુચનાથી ડિ.સ્ટાફ એ.એસ.આઇ એમ.એમ.મુનશી, એચ.એ.સોલંકી, હેડ કોન્સ. રાજપાલસીંહ મેરૂભા, પો.કોન્સ. ખેંગારસિંહ ચંદુભા, ફારૂકભાઇ જમાલભાઇ, જયદિપસિંહ ટેમુભા, જયદિપસિંહ જશુભા તથા સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા દરમિયાન પો.કોન્સ ફારૂકભાઇને મળેલ બાતમી આધારે આનંદનગર ડબલ થાંભલા પાસે વોચમાં રહેતા મારૂતિ ૮૦૦ નં જીજે ૦૧ એચ.એલ. ૪૪૭૨માં પ્રવિણભાઇ ઉર્ફ બાડો શામજીભાઇ રાઠોડ રહે.ઉતર કૃષ્ણનગર વણકરવાસ ભાવનગરવાળો પરપ્રાંત ઈંગ્લીશ દારૂની બોટલ નં ;- ૧૮૦ કિ.રૂા. ૫૪૦૦૦/- તથા કિરુ. ૮૦,૦૦૦/- મળી કુલ કિરુ. ૧,૩૪,૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા અને આ દારૂનો જથ્થો રેઈડ દરમ્યાન મળી આવતા મજકુર વિરુધ્ધ ઘોઘારોડ પોલીસ સ્ટેશન માં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.