રાણપુર તાલુકાના જાળીલા ગામે જુગાર રમતા ૯ શકુનીઓ ઝડપાયા

162

પોલીસે ૯ જુગારીઓ પાસેથી રોકડ રૂ.૧૨,૬૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી
ભાવનગર રેન્જ આઈ.જી. અશોકકુમાર દ્વારા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવુત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલા(IPS) દ્વારા જીલ્લાના તમામ અધિકારી નાઓને અમલવારી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે વિભાગીય અધિકારી એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એચ.ભટ્ટ તથા રાણપુર પોલીસ સ્ટાફના ASI આઇ.જી.મોરી,HC ગોબરભાઇ મેવાડા,PC ગભરૂભાઇ સરૈયા સહીતના માણસો દ્વારા ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે રાણપુર તાલુકાના જાળીલા ગામે આંગણવાડી પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં રેઇડ કરતા ગંજીપાના ના પત્તાવડે હારજીતનો જુગાર રમતા ૯ ઈસમો પોલીસના હાથે જુગાર રમતા ઝડપાયા હતા જેમાં (૧) રણજીતભાઇ કલ્યાણભાઇ ખાવડીયા(૨) મનોજભાઇ રમણભાઇ મીઠાપરા(૩) અમરશીભાઇ ધરમશીભાઇ ડાભી(૪) રમણભાઇ મીઠાભાઇ ખાવડીયા(૫) જશમતભાઇ પોપટભાઇ બારૈયા(૬) જશાભાઇ કાનાભાઇ ઠોળીયા(૭) સુભાષભાઇ હીરાભાઇ વડદરીયા(૮) હારૂનભાઇ અબ્દુલભાઇ ભટ્ટી(૯) ગોરધનભાઇ નોઘાભાઇ ઓગાણીયા તમામ રહે.જાળીલા વાળા ને રોકડ રૂ.૧૨,૬૬૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધાર-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Previous articleનવતર વિરોધ: ભાવનગરના નિલમબાગ સર્કલ ખાતે શહેર કોંગ્રેસે હનુમાન ચાલીસાના પાઠ કર્યા, બેનરમાંથી ભાજપ પ્રદેશ પ્રમુખ તથા શિક્ષણમંત્રીનું નાક કાપ્યું
Next articleભાવ. ગાંધીગ્રામ વચ્ચે સીધી ટ્રેન સેવા માટે હવે લીલીઝંડીની રાહ