INBL દ્વારા ત્રણ દિવસીય બાસ્કેટબોલ લીગનુ આયોજન

44

૯૩ ટીમ ૪૦૦ થી વધી પ્લેયરો ભાગ લેશે,આગામી વર્ષ ૨૦૨૩માં યોજાનાર ઓલંમ્પિકમા ભારતીય ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે ઈવેન્ટનું આયોજન
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના બાસ્કેટબોલ ગ્રાઉન્ડ ખાતે આજથી ત્રણ દિવસ માટે નેશનલ લેવલ જેવી બાસ્કેટબોલ ઈવેન્ટનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તા.૧૫થી ૧૭ એપ્રિલ સુધી ચાલનારી આ ઈવેન્ટમાં દેશ ભરમાથી સિલેક્ટ થયેલા ૪૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. INBL 3×3ના નેજા હેઠળ આજથી એમ કે ભાવનગર યુનિવર્સિટીના બાસ્કેટબોલ મેદાન ખાતે ત્રણ દિવસ સુધી નેશનલ બાસ્કેટબોલ લીગ દ્વારા બાસ્કેટબોલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે સવારથી પ્રારંભ થનાર આ ઈવેન્ટમાં દેશના અલગ અલગ રાજ્યો તથા ભાવનગર શહેર-જિલ્લા માથી પસંદગી પામેલ ૪૦૦થી વધુ ખેલાડીઓ મેચમાં ભાગ લેશે ભાવનગરના સિનિયર બાસ્કેટ બોલ પ્લેયર શક્તિસિંહ ગોહિલની રાહબરી હેઠળ યોજાનાર આ ઈવેન્ટનો મુખ્ય હેતુ આવતા વર્ષે યોજાનાર ઓલંમ્પિકમાં ભારતમાથી પણ બાસ્કેટબોલના ખેલાડીઓ બાસ્કેટબોલ ઈવેન્ટ થકી ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતું કરે અને આ ઈવેન્ટમાં વધુને વધુ યુવાઓ જોડાય એ મુખ્ય નેમ છે ત્રિદિવસીય ઈવેન્ટમાં દેશના અનેક સિનિયર ખેલાડીઓ ઉપસ્થિત રહેશે તેમ શક્તિસિંહ ગોહિલએ જણાવ્યું હતું.

Previous articleડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે ચિત્રસ્પર્ધા યોજાઈ
Next articleશહેનાઝના ફેમિલી ફોટોમાં જોવા મળ્યો સિદ્ધાર્થ શુક્લા