હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં સિક્સની સદી પૂરી કરી

51

મુંબઈ,તા.૧૫
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-૨૦૨૨) માં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલ કરિયરમાં ૧૦૦ છગ્ગા પૂરા કરી લીધા છે. પંડ્યાએ આઈપીએલમાં સૌથી ઝડપી ૧૦૦ સિક્સ ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેનાથી ઝડપી કોઈ ભારતીય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી. આ રીતે હાર્દિક પંડ્યાએ ભારત તરફથી આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે. હાર્દિક પંડ્યાએ ૯૬મી આઈપીએલ મેચની ૮૯મી ઈનિંગમાં સિક્સની સદી પૂરી કરી છે. હાર્દિક પંડ્યાએ હૈદરાબાદ સામે સિક્સ ફટકારી તો તેના છગ્ગાની સંખ્યા ત્રણ આંકડામાં પહોંચી ગઈ. તે આઈપીએલમાં ૧૦૦ કે તેનાથી વધુ સિક્સ ફટકારનાર ૨૬મો ખેલાડી બની ગયો, પરંતુ તે સૌથી ઓછા બોલમાં ૧૦૦ સિક્સ ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. તેણે આ કારનામું માત્ર ૧૦૪૬ બોલમાં કર્યુ છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પહેલાં રિષભ પંતે ભારત તરફથી ૧૨૨૪ બોલમાં ૧૦૦ સિક્સ ફટકારી હતી. પરંતુ આઈપીએલમાં સૌથી ઝડપી ૧૦૦ સિક્સ ફટકારવાનો કમાલ આંદ્રે રસેલે કર્યો હતો, જેણે ૬૫૭ બોલમાં ૧૦૦ સિક્સ ફટકારી હતી. તો આ મામલામાં બીજા સ્થાને ક્રિસ ગેલનું નામ આવે છે, જેણે ૯૪૩ બોલમાં આઈપીએલ ઈતિહાસની ૧૦૦ સિક્સ પૂરી કરી હતી. ભારત તરફથી આ લિસ્ટમાં ત્રીજા નંબર પર હાર્દિક અને પંત બાદ યુસુફ પઠાણનું નામ છે, જેણે ૧૩૧૩ બોલમાં આ કમાલ કર્યો હતો.

Previous articleશહેનાઝના ફેમિલી ફોટોમાં જોવા મળ્યો સિદ્ધાર્થ શુક્લા
Next articleમિટતી નહીં હસ્તી હમારી :- સારંગપ્રીત (વચનામૃત : જીવન માર્ગદર્શક )