રસ્તાનું વાઇડનિંગ કરાતા ડો. કળસરિયા અને આગેવાનોએ દોડી જઇ રસ્તા બુરી કર્યો વિરોધ
દાઠા, કોટડા પંથકમાં અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા માઇનિંગ શરૂ કરતાં આજુબાજુના ગ્રામજનો અને પંચાયતોએ રસ્તા રોકો આંદોલન છેડી ૯ માસથી કામ બંધ કરવા ફરજ પાડી છે જેમાં તાજેતરમાં રસ્તાનું વાઈડનિંગ પુનઃ હાથ ધરાતા લોડીંગ વાહનો ગામની વચ્ચેથી પસાર થવું ગેરકાયદે ગણાવી પોતાની સક્રિયતા દેખાડી હતી.
અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા તલ્લી અને દાઠા ગામને જોડતા રસ્તામાં પોતાના ખનીજ ભરેલા વાહનો ગેરકાયદે અને જબરદસ્તી પૂર્વક ચલાવવા માટે માર્ગને પહોળો બનાવવામાં આવતા મહુવાના પૂર્વ ધારાસભ્ય ડો.કનુભાઈ કલસરિયા અને આસપાસના ગામોના સરપંચો, ગ્રામજનોની હાજરીમાં સ્થળ પર જઈને ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતીકાત્મક રીતે કંપની દ્વારા કરવામાં આવેલ સાઈડ ફરીથી બુરી દેવામાં આવી હતી. આ પંથકના દરેક ગ્રામજનો અને પંચાયતોનો સંપૂર્ણ વિરોધ હોવા છતાં કંપની માત્ર લોકોને હેરાન કરવાના ઇરાદે આવું બધું કરી રહી હોય તંત્ર પણ આ બાબતે ધ્યાન આપી હવેથી લોકોને અન્યાય ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ જેથી લોકોનો ન્યાયમાં વિશ્વાસ જળવાય રહે તેમ અગ્રણી ભરતભાઇ ભીલે જણાવ્યું હતું.